khissu

મોટો સર્વે/ રશિયા-યુક્રેનના યુદ્ધ પછી સોના-ચાંદીના ભાવ કેવા રહેશે? કોરોનાની પહેલી લહેર પછી મોટો ઉછાળો...

વિશ્વમાં ચાલી રહેલ Russia-Ukraine યુદ્ધના કારણે સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. માર્ચ મહિનાની શરૂઆત સાથે જ સોના-ચાંદીના ભાવમાં એકધારો વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં 9 માર્ચની અપડેટ મુજબ 10 ગ્રામ સોનાનો ભાવ 56 હજાર નજીક પહોંચ્યો છે. જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ ૭૪ હજાર રૂપિયા હજાર રૂપિયા એ પહોંચ્યો છે. આવનાર દિવસોમાં હજી પણ ભાવ વધારો આવે તેવી શક્યતા છે.

સોનું મોંઘુ થવાનું કારણો? 
1) યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થતાં ગ્લોબલ ટેન્શનને કારણે 
2) વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવો વધતા મોંઘવારી વધે
3) ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડ્યો
4) એસેટ ક્લાસ પ્રમાણે સોનુ અત્યારે એક્ટિવિટી સરખામણીએ વધુ આકર્ષક બન્યું છે.

આ પણ વાંચો : ગ્રાહકોને Jioની ભેટ, સિમ વગર કોલ કરી શકશે, 5 ફોન નંબર ચલાવી શકશે

આજે ગુજરાતનાં અમદાવાદમાં સોનાનો ભાવ
આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 55350 રૂપિયા છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 50750 રૂપિયા રહ્યો છે. 22 ફેબ્રુઆરી 2022ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ 46200 રૂપિયા હતો જ્યારે 9 માર્ચ 2022ના રોજ 50750 રૂપિયા રહ્યો છે. એટલે કે 4750 રૂપિયાનો વધારો થયો છે છેલ્લા 15 દિવસમાં.

આ પણ વાંચો : ગ્રાહકોને Jioની ભેટ, સિમ વગર કોલ કરી શકશે, 5 ફોન નંબર ચલાવી શકશે

માર્ચનાં અંત સુધીમાં રૂ.૫૮,૦૦૦થી વધવાની શક્યતા.
અમદાવાદના જવેલર્સનાં નિષ્ણાંતોએ જણાવ્યું છે કે રસિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે વૈશ્વિક બજારમાં સોનું સતત વધી રહ્યું છે, બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ યથાવત રહેશે તો 10 ગ્રામ સોનાનો ભાવ હજી પણ વધી શકે છે. અને આવનારા દિવસોમાં 58000 નેપાર આંકડો પહોંચી શકે છે. સાથે જણાવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય બનશે તો સોનાના ભાવમાં ઘટાડો પણ યોજાશે.

હાલમાં ઓફ સિઝન ગણાય છે.
જોકે છેલ્લા દસ દિવસથી સોનાના ભાવમાં મોટો વધારો થયો છે, પરંતુ હાલમાં ઘરેણાની ખરીદી માટે ઓફ ગણાય છે. આ સિઝનમાં બહુ લોકો ઘરેણાની ખરીદી કરતા નથી, જેમને કારણે સામાન્ય જનતા ઉપર થોડી ઓછી અસર થઇ શકે, પરંતુ રોકાણકારોને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચોઆજની 8 મહત્વની માહિતી: PPF એકાઉન્ટ, દર વર્ષે વેક્સિન, સિગ્નલ સ્કૂલ યોજના, 100₹ માં મુસાફરી, 11મો હપ્તો વગેરે

આવનાર બે-ત્રણ મહિનામાં સોનાના ભાવો કેવા રહેશે?
અનુજ ગુપ્તા (IIFCના વાયસ-પ્રેસિડેન્ટ) એ કહ્યું છે કે હાલમાં રશિયાને યુક્રેનના યુદ્ધને કારણે સોનામાં તેજી આવી છે સાથે સાથે મોંઘવારી પણ કંટ્રોલમાં નથી. આવનાર દિવસોમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું 2100 ડોલરની સપાટીએ પહોંચી શકે છે, જેમને કારણે સોનાના ભાવમાં વધારો થઈ શકે છે અને ચાંદીની વાત કરીએ તો આ વર્ષે કિલોનો ભાવ ૮૦ થી ૮૫ હજાર થવાની પણ શક્યતા છે.

આપને જણાવી દઇએ કે કોરોનાની પહેલી લહેરમાં સોનાનો ભાવ 56000 ને પાર પહોંચ્યો હતો. August 2020માં રેકોર્ડ બ્રેક 54200 નોંધાયો હતો. જોકે ત્યારે કોરોના મહામારીને કારણે રોકાણકારોમાં ડર હતો, જે સામાન્ય રીતે શેરબજારમાં જોવા મળતો હોય છે. કોરોનાની પરિસ્થિતિમાં જેવા ભાવો થયા હતા તેવા ભાવો હાલમાં યુદ્ધને કારણે જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : 31 માર્ચ પહેલાં પતાવી લો આ 6 મહત્વપૂર્ણ કામ, નહીં તો લાગી જશો ધંધે