khissu

આજની 8 મહત્વની માહિતી: PPF એકાઉન્ટ, દર વર્ષે વેક્સિન, સિગ્નલ સ્કૂલ યોજના, 100₹ માં મુસાફરી, 11મો હપ્તો વગેરે

PPF એકાઉન્ટ મર્જ બંધ: PPF એકાઉન્ટમાં રોકાણ કરનારાઓ માટે મોટા સમાચાર આવ્યાં છે. સરકાર તરફથી એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે જેની સીધી જ અસર ખાતાધારકો પર પડશે. નાણામંત્રાલયે જણાવ્યું કે, 12 ડિસેમ્બર 2019 નાં રોજ અથવા તો પછી જો કોઇ એક જ વ્યક્તિએ 2 એકાઉન્ટ ઓપન કરાવ્યા હોય અથવા તો તેનાથી વધારે PPF એકાઉન્ટ હોય તો તેઓ મર્જ કરી શકશે નહીં. માત્ર એક જ PPF એકાઉન્ટને એક્ટિવ રાખવામાં આવે. એ સિવાય અન્ય એક્ટિવ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે.

હવે દર વર્ષે વેક્સિન જરૂરી: કોરોના વેકસીનને લઈ નિષ્ણાંતનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ICMR જોધપુર સ્થિત NIIRNCD ના ડાયરેક્ટર ડૉ. અરુણ શર્માનું કહેવું છે કે, વેક્સિનનાં બંને ડોઝ અથવા બૂસ્ટર ડોઝ એમ બંને લગાવ્યા બાદ ઇમ્યુનિટી 6 મહિના કે 1 વર્ષ સુધી જ રહી છે જ્યારે કોરોના વાયરસ હવે સ્થાનિક ઘર કરી રહ્યો છે તો હવે લોકોને દર વર્ષે વેક્સિન લગાવવાની જરૂર પડી શકે છે. આ નિવેદનથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે.

રેલવે યાત્રીઓ ખુશખબર: હવે દેશના રેલવે સ્ટેશનો પર યાત્રીઓની મહત્વપૂર્ણ સુવિધાઓ પર ધ્યાન અપાઈ રહ્યું છે. જેમાં હવે યાત્રીઓ ટ્રેનની ટિકિટ બુક કરાવવાની સાથે સાથે ફ્લાઈટ ટિકિટ પણ રેલવે સ્ટેશનેથી જ બુક કરાવી શકશે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં જ પાન તથા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ થશે. આટલું જ નહિ, અહીંથી ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરાવી શકાશે. આ સુવિધાને પહેલાં પૂર્વોત્તર રેલવેનાં 200 સ્ટેશન પર શરુ કરવામાં આવશે.

સિગ્નલ સ્કૂલ યોજના: રાજ્ય સરકારે સિગ્નલ પર ભીખ માંગતા કે સ્કૂલે ન જતા બાળકોના અભ્યાસ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આવાં નિરાધાર બાળકો માટે સરકારે 'સિગ્નલ સ્કૂલ યોજના' ની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા બસની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવશે. જેમાં 10 સિગ્નલ સ્કૂલમાં 139 બાળકોને ભણાવવામાં આવશે. બસની અંદર જ બ્લેકબોર્ડ, શિક્ષક માટે ટેબલ-ખુરશી, LED ટીવી, સીસીટીવી, પીવાનું પાણી, મીની પંખા તેમજ વાઇફાઇ સહિતની સુવિધા ઉપલબ્ધ રહેશે.

100 રૂપિયામાં મહિનો મુસાફરી: મનપા દ્વારા મનીકાર્ડ ધારકોને મોટી રાહત અપાઇ છે. સીટી અને BRTS બસમાં મુસાફરી સસ્તી કરાઇ છે. પાસ ધારકોને 3 મહિનાનું માત્ર 300 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. જ્યારે 6 મહિના માટે પાસ ધારકે નવું 600 રૂપિયા ભાડું ચૂકવવાનું રહેશે. જ્યારે 1 મહિનાનું ભાડું માત્ર 100 રૂપિયા કરાયું છે. આખા વર્ષમાં માત્ર 1000 રૂ. માં અનલિમિટેડ મુસાફરી રહેશે.

PM કિસાન 11મો હપ્તો તારીખ: પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતો માટે ખુશખબર આવી છે. PM મોદી પીએમ કિસાનનો 11મો હપ્તો ટૂંક સમયમાં જાહેર કરશે.

- પહેલા હપ્તાના રૂપિયા 1 એપ્રિલથી 31 જુલાઈ
- બીજા હપ્તાના પૈસા 1 ઓગષ્ટથી 30 નવેમ્બર
- ત્રીજા હપ્તાના રૂપિયા 1 ડિસેમ્બરથી 31 માર્ચ

ત્યારે હિસાબ પ્રમાણે જોઈએ તો એપ્રિલની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં 11 હપ્તાના પૈસા ટ્રાન્સફર થઇ જશે.

ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ: જો તમારી પાસે પણ 20 વર્ષ જુનું એટલે કે વર્ષ 2002 પહેલાનું બનેલ ડ્રાઈવિંગ લાઈસન્સ છે તો ફટાફટ અપડેટ કરાવી લેજો. કેમકે 12 માર્ચે આ ડ્રાઈવિંગ લાઈસન્સને અપડેટ કરાવવું જરૂરી છે. નહીતો તમારું લાયસન્સ ઈનવેલીડ થઈ જશે. 12 માર્ચ સુધી સારથી પોર્ટલ પર બેકલોગ એંટ્રીની લિંક ખુલી રહેશે. ત્યાર બાદ આ સુવિધા બંધ થઇ જશે.

અમૂલ છાશ-દહીંના ભાવ વધ્યાં: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમૂલ દૂધની તમામ પ્રોડક્ટમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ શનિવારથી છાશ અને દહીંના ભાવમાં પણ વધારો ઝીંકાતા ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડયો છે. 6 લીટર છાસના પાઉચનો ભાવ 141 થી વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યો છે. 400 ગ્રામ દહીંમાં 2 રૂપિયાનો વધારો થતાં જુના ભાવ 28 રૂપિયાથી વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યા છે.