Top Stories
khissu

ઘઉંની ખરીદી ટેકાના ભાવે: જાણો ક્યારે રજિસ્ટ્રેશન? કઈ તારીખે ખરીદી? ફોર્મ ક્યાં ભરવું?

સરકાર દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઘઉં ની ટેકાના ભાવે ખરીદી કરશે. સરકારના નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી 16/05/2021 થી શરૂ થવાની છે. નવા ઘઉંની આવક હાલ માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આ વખતે પુષ્કળ ઉત્પાદન થવાની આશા છે. ઘઉનું વાવેતર આ વખતે 2998 હેક્ટરમાં થયેલું છે. જ્યારે સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરશે ત્યારે માર્કેટ યાર્ડ પર અસર થશે અને ખેડૂતોને ફાયદો થશે તેવી શક્યતાઓ છે.

રાજ્યમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘઉનું વાવેતર થવાની આશા છે. આ વર્ષે 2021માં સરકારે ખરીદી માટે ઘઉંનાં ભાવ રૂપિયા 19.75 પ્રતિ કિલો / 1975 પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે. સરકાર આ વખતે ખેડૂતો પાસે થી 1,50,000 મેટ્રિક ટન ઘઉંની ખરીદી કરશે તેવો લક્ષ્યાંક નક્કી કર્યો છે.જો આવક વધશે તો થોડા સરકાર પછીથી ભાવ વધારી પણ શકે છે.

ટેકાના ભાવે વેચાણ કરવા માગતા ખેડૂતો માટે રજીસ્ટ્રેશન તારીખ :-

05/03/2021 થી 31/03/2021 સુધી ઓનલાઈન અરજી કરાવી શકશો.

ટેકાના ભાવે ખરીદી માટેનો સમય :-

તારીખ 16/02/2021 થી તારીખ 31/05/2021 સુધી નક્કી કરેલ ખરીદી કેન્દ્રો પર ખરીદી કરવામાં આવશે.

ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ? 

આધાર કાર્ડ

બેંક પાસબુક

7/12 8 - અ

મોબાઇલ નંબર

અરજી ક્યાં કરી શકશો ?

ગ્રામ પંચાયત કચેરી એ જઈ તમે અરજી કરી શકો છે. અથવા તો માર્કેટિંગ યાર્ડમાં જઈ અરજી કરી શકો છો.

આ માહિતી ગુજરાત નાં દરેક ખેડૂત ભાઈઓ જાણી શકે તે માટે શેર કરો.