khissu

નબળું પડેલું ચોમાસુ હવે ક્યારે સક્રીય થશે ? જાણો શું છે પરેશ ગોસ્વામીની આગાહી, જાણી લો તારીખ

ગુજરાતમાં ચોમાસું બેસી તો ગયુ છે પરંતુ હાલ ચોમાસું નબળું પડી ગયુ છે. જેના કારણે રાજ્યમાં વરસાદની સક્રિયતા ઓછી થઇ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું ફરી ક્યારે સક્રિય થશે તે અંગેની માહિતી આપી છે. આ સાથે તેમણે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તે પણ જણાવ્યુ છે.

જેમા તેમણે જણાવ્યુ છે કે, આ વખતે ચોમાસું સમય કરતાં વહેલું ચાલ્યું છે. જેમા આંદામાન નિકોબાર ટાપુ, કેરળ અને મહારાષ્ટ્રમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે. જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવ્યું છે. હવામાન વિભાગ તથા હવામાન જાણકારોએ 11મી જૂનના રોજ ચોમાસું વિધિવત રીતે ગુજરાતમાં બેસી ગયું છે તેની જાહેરાત કરી હતી.

આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, ચોમાસું જેવું બેઠું કે તરત જ નિષ્ક્રિય થઇ ગયુ છે. આ પહેલા પણ અનેક વાર આવું બન્યું છે કે, ગુજરાતમાં ચોમાસું આવે અને આવતાની સાથે નિષ્ક્રિય થઇ જાય તેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક.

પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં 36થી 39 ડિગ્રી તાપમાન જોવા મળશે અને પશ્ચિમના પવનો ફૂંકાશે. પવનની સ્પીડ 35થી 40 કિમીની રહેશે. હાલ જે આપણે ઉકળાટ, બફારો અને ગરમી છે તે પણ યથાવત રહેશે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, વરસાદની વાત કરીએ તો, ગુજરાતમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ ચાલુ છે. આ સાથે અનેક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડ્યા હોય તેવા પણ સમાચાર છે. પરંતુ આવા વિસ્તારો ખૂબ ઓછા છે.

આ સાથે તેમણે જણાવ્યુ છે કે, 20મી જૂન સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. અહીં છૂટાછવાયા સ્થળો પર વરસાદ થવાનું ચાલુ રહેશે. 18થી 20 જૂન આસપાસ ફરીથી ચોમાસું સક્રિય થશે. આ દરમિયાન બંગાળની ખાડીમા નવો કરંટ આવશે અને 18 અથવા તો 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ.

પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ છે કે, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયા જે વરસાદ થઇ રહ્યો છે તે તો ચાલુ જ રહેશે. 18થી 20માં ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થશે અને ફરીથી આગળ વધશે. આ ચોમાસું હાલ નિષ્ક્રિય થઇ ગયુ છે પરંતુ આપણે ડરવાની જરૂર નથી. આ વર્ષે ચોમાસું સારું જ રહેવાનું છે. એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.