khissu

અચાનક કેમ ચોમાસુ નબળું પડ્યું? હવામાન વિભાગની આગાહી જાણીને ચોંકી જશો...

દક્ષિણ ગુજરાતમાં વિધિવત પ્રવેશ બાદ હવે ચોમાસું નબળું પડ્યું છે. સરવાળે વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ વધ્યું છે. હાલ હવે એક સપ્તાહ સુધી નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

માત્ર મધ્ય-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે હજુ 3 દિવસ વરસાદની આગાહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.

આગામી એક અઠવાડિયું વરસાદ જ નહિ આવે 
વરસાદ અને ગરમી મામલે હવામાન વિભાગની આગાહી એવી છે કે, રાજ્યમાં વરસાદ મામલે હજી રાહ જોવી પડશે. ભલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ્યું પણ હાલ નબળું પડ્યું છે. હાલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નવસારી સુધી પહોંચ્યું છે.

આગામી એક સપ્તાહ સુધી નોંધનીય વરસાદની કોઈ સંભાવના નહીં. મધ્ય-દક્ષિણ ગુજરાત ane સૌરાષ્ટ્રમાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી છે. ગરમી મામલે પણ હાલ કોઈ ફેરફારની સંભાવના નહીં, તાપમાન યથાવત રહેશે.

ત્રણ દિવસ ક્યાં વરસાદની આગાહી
ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે. આજે દાહોદ, મહીસાગર અને સુરતમાં વરસાદની આગાહી છે. તો આજે ડાંગ, નવસારી અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

તો આવતીકાલે 15 જુને છોટાઉદેપુર, નવસારી અને ડાંગમાં આગાહી છે. આ સાથે જ તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો 16 જુને નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં આવીને નબળુ પડ્યુ ચોમાસું
ગુજરાતમાં વહેલુ ચોમાસું આવતા કોઈ હરખાવાના સમાચાર નથી, કારણ કે, ચોમાસું વહેલુ આવતા જ નબળુ પડી ગયું છે. આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજ્યમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ ઉપરાંત છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.

જોકે, આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવના નથી. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.

આજે અમદાવાદમાં અને ગાંધીનગરમાં 40 ડિગ્રી આસપાસ તાપમાન નહીં રહી રહેશે છે. ઉત્તર ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલરના કારણે વરસાદ છે, જેની માત્રા ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશેલું ચોમાસુ હાલ નબળું પડ્યું હોવાથી વરસાદ ઘટ્યો છે.

પરેશ ગોસ્વામીની આગાહી
તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષનું જે ચોમાસું છે, તે તેના નિયત સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમા ચોમાસું બેસી ગયું છે.

Imd ના રિપોર્ટ મુજબ આજે 11 જૂન 2024 ના રોજ ચોમાસાનો ગુજરાતમા પ્રવેશ થઇ ચૂક્યો છે. 19 મેના રોજ આંદામાન નિકોબારમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ હતી. તે બાદ ચોમાસાની જાહેરાત જે 1 કે 2 જુનના રોજ થતી હોય છે, તેને બદલે 29 મેના રોજ કરવામાં આવી હતી.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

એટલે કે આંદામાન નિકોબાર, કેરળ અને હવે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે. આજની તારીખે ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કરી લીધું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયા આ ચોમાસું છે, તેથી તે વેરાવળથી પણ ખૂબ નજીક છે.

આજે સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ સહિતના વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. આમ જોવા જઈએ તો ગુજરાતમાં ચોમાસું 15 જુને આવતું હોય છે, પરંતુ આ વર્ષે 11 જુને જ આવી ગયું છે