khissu

P.M મોદીજી નું ભાષણ કોણ લખે છે? કેટલા રૂપિયામાં? જાણો RTI દ્વારા મળેલ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગભગ દરરોજ કોઈને કોઈ મુદ્દા ઉપર ભાષણ આપતા હોય છે. ક્યારેક હોય પોલિટિકલ મુદ્દો તો ક્યારેક હોય ઇવેન્ટ, ક્યારેક વિધાર્થીઓને સંબોધન કરતાં હોય છે, તો ક્યારેક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ને સંબોધિત કરતાં હોય છે.  એવામાં એક પ્રશ્ન બધાના મનમાં ઉદભવતો હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી નુ ભાષણ લખે છે કોણ ? આ પ્રશ્નનો જવાબ મેળવવા હમણાં એક RTI (રાયટ ટુ ઇન્ફોર્મેશન) એક્ટ  હેઠળ ‌અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં PMO (પીએમ ઓફિસ) એ જવાબો આપ્યા હતાં. 

આરટીઆઇ મુજબ એવા લોકોના નામ અને નંબર જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જે અલગ-અલગ ઇવેન્ટ પર નરેન્દ્ર મોદીજી નાં ભાષણ કરે છે તેની સ્પીચ કોણ તૈયાર કરે છે? તેને કેટલા રૂપિયા આપવામાં આવે છે?

આરટીઆઇ હેઠળ જાણકારી મેળવવામાં આવી કે વિભિન્ન માધ્યમોથી માહિતી એકઠી કરવાની સાથે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજી જાતે જ અંતિમ સ્વરૂપ તૈયાર કરે છે. PMO એ આરટીઆઇ માં જવાબ આપ્યો કે અલગ-અલગ કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રીને તેની માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ પ્રધાનમંત્રી જાતે જ ભાષણ નુ અંતિમ રૂપ આપે છે.

PMO ને પૂછવામાં આવ્યું કે પીએમનું ભાષણ લખવા કોને આપવામાં આવે છે? કોઈ ટીમ છે અથવા કેટલા મેમ્બર છે? તેમને કેટલા રૂપિયા મળે છે? જો કે PMO એ આ સવાલોના જવાબ આપ્યા નથી.

ઘણા બધા નેતાઓ માટે ભાષણ લખીને તૈયાર કરવામાં આવે છે. પણ સવાલ એ છે કે સફળ વક્તા કોણ અને કેવો હોવો જોઈએ? સુધીર બિષ્ટ એ કહ્યું કે પહેલું તો નેતાને એ ખબર હોવી જોઈએ કે ભાષણ સાંભળવા વાળા શ્રોતાઓ કંઈ પૃષ્ઠભૂમિ થી છે ? બીજું એ કે નેતાને ખબર હોવી જોઈએ કે શ્રોતાઓને તેની પાસેથી કેવી આશા રાખે છે. આ બન્ને બાબતો પર નરેન્દ્ર મોદી સફળ રહે છે.