Top Stories

ગુજરાત માથે મોટી આફતના એંધાણ, અંબાલાલ અને હવામાન વિભાગની આગાહીથી લોકોમાં ફફડાટ

રાજ્યમાં ફરી એક વખત પવનો ફૂંકાવવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને, બપોરના સમયે ગરમીનો પણ અહેસાસ થઈ રહ્યો છે. આવામાં આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે.
.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર એકે દાસ દ્વારા રાજ્યના હવામાન અંગેની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ જે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે તેનાથી આગામી સમયમાં રાહત મળવાની સંભાવનાઓ છે.

એકે દાસે જણાવ્યું છે કે, આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ પછી તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવનાઓ નથી.

હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની છે. અમદાવાદની આસપાસના વિસ્તારોમાં આકાશ સાફ રહેવાની સંભાવનાઓ એકે દાસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે.

જાન્યુઆરી માસથી રાજ્યમાં માવઠાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ જે કારણે માવઠું થવાની સંભાવનાઓ હતી તે સિસ્ટમની અસર ગુજરાત પર ઘટી જતાં માવઠાની સંભાવનાઓ ઘટી ગઈ