માનીએ છીએ કે માસ્ક પહેરવું આપણાં માટે ફાયદાકારક જ છે પણ થોડા સમય માસ્ક પહેરવાનું ભુલાઈ જાય અથવાતો કોઈ કામ માટે માસ્ક ઉતાર્યું હોય એવામાં દંડ ભરવો પડે છે. આવી ખોટી રીતે અને દાદાગીરી કરતા પોલીસકર્મીઓ ના ઘણા કિસ્સા સામે આવ્યા છે . એવામાં આજે વધુ એક કિસ્સો જે પોલીસકર્મી જાતેજ સ્વીકારે છે કે તેને ગમે તેમ કરી ટાર્ગેટ પૂરો કરવાનો છે.
અમદાવાદ ના બનેલા આ કિસ્સા મુજબ ફોરવહીલ માં એક યુવતી માસ્ક ઉતારીને કેળું ખાતી હતી એવામાં પોલીસકર્મી નરસિંહે તેને દંડ ભરવાનું કહ્યું. યુવતી અને તેના પરીવારજનોએ તેનો વિરોધ કરતા કહ્યું કે ખાતી વખતે તો માસ્ક ઉતારવું જ પડે ને.
પોલીસકર્મી નરસિંહ અને યુવતીના પરિવારજનો વચ્ચે ખૂબ બોલચાલ થઈ . યુવતી ના કહેવા મુજબ ખાતી વખતે માસ્ક ના પહેરવું ગુનો નથી. એવામાં પોલીસકર્મી નરસિંહે કહ્યું કે , મને એસીપી, ડિસીપી અને જેસીપી એ રોજનો એક લાખ રૂપિયા દંડ વસુલવાનો ટાર્ગેટ આપ્યો છે એટલે તમારે દંડ ભરવો જ પડશે.
જોકે, ત્યારબાદ પરિવારજનો એ તેના ઉચ્ચ અધિકારી ને સમગ્ર મામલો સમજાવતા તેને નરસિંહને ઠપકો આપ્યો અને યુવતી તથા પરિવારજનોને જવા દીધા. અને તેને ટાર્ગેટ બાબતે પૂછવામાં આવ્યું તો કહ્યું હતું કે આવો કોઈ ટાર્ગેટ તેને સોંપવામાં આવ્યો નથી.