હાલ ગુજરાત પોતાની તરક્કીમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેવામાં હોવી વિશ્વનું સૌથી મોટું હીરા બજાર સુરતમાં બનવા જય રહ્યું હતું પરંતુ જે જગ્યાએ આ હીરા બજાર બનવાનું છે તે જમીનમાં ૨૦ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.
જી હા મિત્રો, સુરત ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટની નજીક આવેલા અભવા ગામની૧૭ લાખ ચોરસ મીટર સરકારી જમીનનું ૨૦ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.
વાત એમ છે કે, આ જમીન માટે નવાબ નુરુદ્દીન હુસેનખાન વલ્દ હુસેનુદ્દીન હુસેનખાન ના વરસદારોએ અરજી કરી હતી કે તે જમીન તેના પૂર્વજોને ઈ.સ.૧૮૨૦ માં ખાનગી ઇનામ કલાસ-૨ તરીકે આપવામાં આવી હતી જેથી ૧૪ જાન્યુઆરી ૨૦૧૪માં મામલતદારે તેઓના નામે જમીન કરી હતી પરંતુ તેની સામે વાંધો આવતા તકરારી કેસ અને સુનાવણી થઈ જે સુનાવણી મુજબ ૨૫ જૂન ૨૦૧૪ માં તેને સરકારના નામે કરી દીધી.
અહીં આ જમીન હાલ સરકાર હસ્તક છે અને તે ગુજરાતની બિલ્ડર લોબીમાં પડેલી છે કારણકે તેમાં ભાજપના એક નેતાનું હિત સમાયેલું છે. જે મુજબ હાલ ૨૦ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવતા ગાંધીનગરના મહેસુલ અને શહેરી વિકાસ વિભાગમાં તપાસ હાથ ધરાઈ છે.