khissu

દુનિયાની સૌથી લાંબી ટનલ "અટલ ટનલ" નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે ઉદઘાટન થયું.

દુનિયાની સૌથી મોટી ટનલ "અટલ ટનલ" જેનું 3 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અટલ ટનલ ની કુલ લંબાઈ 9.02 કિલોમીટર છે. આ ટનલ લદાખના લેહ થી હિમાચલ પ્રદેશના મનાલી ને જોડે છે. લેહ થી મનાલી ની ઘાટી પહેલા છ મહિના સુધી ભારે બરફ પડવાને કારણે બાકી ભાગોમાં કપાતી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીમા સડક સંગઠન (B.R.O) ના અતિથિગૃહમાં રોકાયા હતા અને અટલ ટનલ મારફતે લાહૌલ-સ્પીતી જિલ્લાની લાહોલ ઘાટીમાં તેના ઉત્તર ના પોર્ટલ સુધી પહોંચ્યા અને મનાલીમાં દક્ષિણ પોર્ટલ માટે હિમાચલ સડક પરિવહન નિગમની બસ ને લીલી ઝંડી બતાવી ઉદ્ઘાટન કર્યું.

અટલ ટનલ ની ડિઝાઇન પ્રતિ દિવસ ૩૦૦૦ કારો અને ૧૫૦૦ ટ્રકો માટે તૈયાર કરવામાં આવી છે. જેમાં વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમીટર/કલાક હશે. ૩૩૦૦ કરોડ રૂપિયાની બનેલી અટલ ટનલ દેશની રક્ષા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ટનલ નો દક્ષિણનો પોર્ટલ મનાલી થી ૨૫ કિલોમીટર દૂર ૩૦૬૦ મીટરની ઊંચાઈ પર છે. ઘોડાની નાળ આકારની બે લેન વાળી ટનલમાં ૮ મીટર પહોળી સડક છે.