Ipl જેમ આગળ વધતી જાય છે તેમ મેચો માં રોમાંચ બેવડા તો જાય છે. આજે રમાયેલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કોલકાતા નાઇટ રાઇડર્સ કરતા, બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરીને માત આપી હતી.
આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ બંને માટે મહત્વની મેચમાં. મેચ પહેલા બેંગ્લોર અને કોલકાતા અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાન પર હતા. બંને મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં પોતાનું સ્થાન મજબૂત કરી, પ્લે ઓફમાં ક્વોલિફાય થવાની સંભાવના વધારવા માંગતા હતા.
અગત્યની મેચમાં કોલકાતા ના કેપ્ટન ઇઓન મોર્ગને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. સામાન્ય રીતે નબળા બોલિંગ પ્રદર્શન માટે જાણીતી બેંગલોરની ટીમે, મોર્ગન નો નિર્ણય ખોટો સાબિત કરવા માટે કંઈ જ કચાશ ન રાખી. કોલકાતાનો એક પણ બેસ્ટ મેન પીચ પર સેટ થઈ શક્યો નહીં. બેંગ્લોરના બોલર્સના શાનદાર પ્રદર્શનના કારણે કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 84 રન જ બનાવી શકી.
બેંગ્લોરના બોલરો એ આ મેચમાં આઇપીએલના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધારે maiden નાખવાનો રેકોર્ડ પણ બનાવ્યો. બધા બોલરો એ મળીને કુલ ચાર મેડન ઓવર નાખી. જેમાં મોહમ્મદ સિરાજે ઉપરા ઉપર બે મેડન ઓવર નાખી, આવું કારનામું કરવાવાળો તે ipl નો પહેલો બોલર બન્યો.
મોહમ્મદ સિરાજે ચાર ઓવરમાં માત્ર 8 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે ચહલ એ ૧૫ રન આપીને બે વિકેટ અને નવદીપ સૈની અને વોશિંગ્ટન સુંદર એ એક-એક વિકેટ ઝડપી હતી.
85 રનનો પીછો કરવા ઉતરેલી બેંગલોરની ટીમે લક્ષાંક ને માત્ર 13.3 ઓવરમાં બે વિકેટના નુકસાન પર મેળવી લીધું હતું. બેંગ્લોર તરફથી વિરાટ કોહલી એ વિનિંગ શોર્ટ મારીને મેચ જીતાડી હતી.
આ જીત સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં 14 પોઇન્ટ સાથે બીજા નંબર પર આવી ગયું છે. દિલ્હી અને બેંગ્લોર બંને ટીમના પોઇન્ટ સરખા જ છે પરંતુ નેટ રેટના આધારે દિલ્હી બેંગ્લોર થી આગળ છે. જ્યારે હાર સાથે કોલકાતાની ટીમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.