માવઠું આગાહી / હાલ ચાલુ વરસાદ અને રાત્રિ દરમિયાન ક્યાં-ક્યાં જિલ્લામાં પડી શકે તોફાની વરસાદ?

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

  • ગુજરાતમાં કમોસમી વરસાદ ની આગાહી 
  • કાઠીયાવાડ, દક્ષીણ અને ઉત્તર ગુજરાતમાં પડી શકે વરસાદ 
  • કોરોના કહેર વચ્ચે વરસાદ આગાહી 

Khissu હવામાન અપડેટ: તા.25/04/2021 ના 4 વાગ્યા મુજબ વરસાદ માહિતી. 

આજે ગુજરાતમાં બપોર બાદ છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ ની આગાહી હતી જે મુજબ વાતાવરણ માં પલટો આવ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદ જોર વધુ રહેવાનું હતું તો ઉત્તર ગુજરાતમાં ઓછી શકયતા હતી, કચ્છમાં પણ ગાંધીધામ,મૂંદ્રા અને ભુજ આસપાસ ગાજવીજ સાથે ઝાપટા ની આગાહી હતી. જે મુજબ વાતાવરણ બદલાઈ રહ્યું છે.


સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પણ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે, આ સિવાય ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ એકાદ-બે સ્થળે શકયતા, દક્ષીણ ગુજરાતમાં તાપી, નર્મદા, સુરત જિલ્લામાં શકયતા રહેલ છે.

વધારે માહિતી માટે ઉપર આપેલ વિડિયો જોવો.