સરકાર ફરી ગઈ : વાહનચાલકો માટેનો નિર્ણય ફરિથી બદલ્યો, કાલે બહાર નીકળતાં પહેલાં જાણી લો

સરકાર પોતે શું નિર્ણય લઇ રહી છે તેને જ ખબર નથી. સરકાર પોતાના જ નિર્ણયોને રાતોરાત બદલી નાખે છે. ગઈ કાલે જ સરકારે વાહનચાલકો પાસે માસ્ક ન પહેર્યાંના દંડ સિવાય બીજો કોઈ પણ દંડ ન લેવાની જાહેરાત કરી હતી જે માત્ર ૨૪ કલાકમાં જ બદલી નાખી. અગાઉ પણ ઘણી વાર સરકારે પોતાના નિર્ણયો બદલી નાખ્યા છે.

નર્મદા શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એવું પ્રેસ નિવેદન આપ્યું હતું કે કોરોનાની સ્થિતિ માં પોલીસ તંત્ર દ્વારા માત્ર માસ્કનો દંડ વસૂલવામાં આવે અને તે સિવાયનો કોઈ પણ દંડ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં ન આવે. આ ઉપરાંત તે બાબતે એમના દ્વારા ૨૨મી એપ્રિલે કેબિનેટમાં રજૂઆત થતાં મુખ્યમંત્રીએ માસ્ક સિવાય અન્ય કોઈ પણ દંડ નહીં વસૂલવાની સ્પષ્ટ સૂચના આપી હતી. હવે મુખ્યમંત્રીએ ઉચ્ચ દંડ વસૂલવાનો નિર્ણય જાહેર કરતા ખોટા ઠરેલા યોગેશ પટેલને વડોદરામાં જાહેરમાં મોં બતાવું ભારે થઈ ગયું છે. તો પહેલા જે કહેવામાં આવ્યું હતું કે માત્ર માસ્ક બાબતે દંડ લેવાશે તે નિર્ણય બદલી નખાયો છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના મહામારીની સ્થિતિમાં રસ્તા ઉપર પુરતા દસ્તાવેજો વગર જઈ રહેલા ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી ઉચ્ચક દંડ વસૂલી તેમને જવા દેવા માટે પોલીસ તંત્રને તથા વાહન વ્યવહાર વિભાગના સૂચના આપી છે. તેથી હાલના સંજોગોમાં પુરતા દસ્તાવેજો સાથે નહીં હોય તો ટુ વ્હીલર, થ્રી વ્હીલર માટે રૂ. ૫૦૦નો અને મોટર કાર માટે રૂ.૧૦૦૦નો ઉચ્ચ દંડ થશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ સંદર્ભે જાહેરનામુ બહાર પાડયું છે.

વધુ માહિતી જાણવા ઉપરનો વિડીયો જુઓ.