નમસ્કાર મિત્રો...
આવતા મહિને એટલે કે પહેલી ઓગસ્ટે તમારા જીવન સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાના નિયમો બદલશે. તે સિવાય 1 ઑગસ્ટ થી રસોઈ ગેસના નવા ભાવ બહાર પડશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે.
ICICI બેંકનાં બદલાય જશે આ નિયમો:- દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક 1 ઓગસ્ટ થી ઘણા બદલાવ કરવા જઈ રહી છે. 1 ઓગસ્ટ થી ATM માંથી પૈસા કાઢવા મોંઘા થઈ જશે. સાથોસાથ ચેક બુકના નિયમોમાં પણ ફેરફાર થશે. ICICI બેંકનાં ગ્રાહકો 4 ટ્રાન્જેક્શન ફ્રીમાં કરી શકશે, ચાર ટ્રાન્જેક્શન બાદ તમારે ચાર્જ ચૂકવવો પડશે. રેગ્યુલર સેવિગ એકાઉન્ટ માટે આઈસીઆઈસીઆઈ બેંક 4 ટ્રાન્જેક્શન ફ્રી આપે છે. આ લિમિટ પૂરી થયા બાદ તમારે 150 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.
આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: ATM માંથી પૈસા ઉપાડવા થશે વધુ મોંઘા, ૧લી તારીખથી નવો નિયમ લાગુ
પહેલી ઓગસ્ટ થી આઈસીઆઈસીઆઈ બેંકનાં ગ્રાહકો હોમ બ્રાંચ માંથી 1 લાખ રૂપિયા ઉપાડી શકશે. 1 લાખ થી વધુ રકમ ઉપાડવા પર 1000 પ્રતિ 5 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. તેમજ આરબીઆઇ 1 ઓગસ્ટ થી 25 પેજની ચેક બુક ફ્રીમાં આપશે. ત્યાર બાદ 10 પન્ના ની ચેક બુક માટે 20 રૂપિયા આપવા પડશે.
1 ઓગસ્ટથી રજાના દિવસે પણ પગાર મળશે:- પહેલી ઓગસ્ટ થી પગાર, પેન્શન, વગેરે પેમેન્ટ નહિ અટકે. એટલે કે પગાર અને પેન્શન નિયત કરેલી તારીખે જ ચૂકવાશે. RBI એ કહ્યું છે કે નેશનલ ઓટો મેટેડ કલીયરિંગ હાઉસ (NACH) અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ હશે. પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરેની ચુકવણી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત NACH દ્વારા કરવામાં આવે છે. પહેલી ઓગસ્ટ થી કંપની NACH 24x7 દિવસ કોઈપણ સમયે પગાર ટ્રાન્સફર કરી શકશે.
LPG ગેસ સિલિન્ડરનાં ભાવ નક્કી થશે:- 1 ઓગસ્ટ થી LPG ગેસ સિલિન્ડરનાં ભાવમાં ફેરફાર થશે. ઘરેલુ LPG ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે અમદાવાદમાં 14.2 કિલો LPG ગેસ સિલિન્ડર નાં ભાવ 841.50 રૂપિયા છે.
ખેડૂતો માટે ખુશીના સમાચાર:- શું તમે પણ પીએમ કિસાન યોજનાના 9માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો તમને જણાવી દઈએ કે પહેલી ઓગસ્ટથી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 9મો હપ્તો મોદી સરકાર ટ્રાન્સફર કરી શકે છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક:- IPPB બેંકનાં ખાતા ધારકોએ ડોર સ્ટેપ બેંકિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે. 1 ઓગસ્ટ 2021 થી IPPB બેંક ડોર સ્ટેપ સુવિધામાં ફી ઉમેરવા જઈ રહી છે. હાલ આ સુવિધામાં IPPB બેંક કોઇપણ ચાર્જ લાગુ નથી કરતી. ડોર સ્ટેપ બેંકિંગ સુવિધામાં ઘર બેઠા તમારું ખાતુ ખોલાવી શકો છો અને ઘર બેઠા જ પૈસાની લેવડ દેવડ કરી શકો છો. આ સુવિધા ઇન્ડીયન પોસ્ટ બેંકને આપવામાં આવી છે કારણ કે પોસ્ટ ઓફિસનો ટપાલી ગામડાના દરેક વિસ્તાર માંથી પસાર થતો હોય છે.
આ પણ વાંચો: આધારકાર્ડ ધારકો માટે મોટાં સમાચાર: UIDAI અને IPPB ની નવી પહેલ, હવે ઘરે બેઠાં જ થઈ જશે આ કામ
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.