khissu.com@gmail.com

khissu

1 ઓગસ્ટ થી બદલાઈ જશે આટલા નિયમો: બેંક ઓફ બરોડા, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે..તમારા ખિસ્સા પર પડશે અસર

મહિનાના પહેલા દિવસે ઘણા નિયમો બદલાય છે, જેની સીધી અસર સામાન્ય લોકો પર પડે છે. 1લી ઓગસ્ટથી પણ ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. ચાલો સમજીએ કે આ નિયમો તમને કેવી રીતે અસર કરશે અને જ્યારે આ નિયમો લાગુ કરવામાં આવશે ત્યારે તમારા ખિસ્સા પર કેવી અસર થશે.

બેંક ઓફ બરોડાઃ બેંક ઓફ બરોડાના ખાતાધારકો માટે મહત્વના સમાચાર છે.  જો તમારું પણ આ સરકારી બેંકમાં ખાતું છે, તો 1 ઓગસ્ટથી એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેની સીધી અસર ગ્રાહકો પર પડશે. બેંક ઓફ બરોડાએ કહ્યું છે કે જે પણ ગ્રાહક 5 લાખ રૂપિયાથી વધુનો ચેક ટ્રાન્ઝેક્શન કરશે તેને તેની અસર થશે. બેંકે કહ્યું છે કે 1લી તારીખથી 5 લાખ રૂપિયાથી વધુના ચેકની મહત્વપૂર્ણ વિગતોની ચકાસણી કરતા પહેલા બેંકને ઈલેક્ટ્રોનિક રીતે જાણ કરવી પડશે.

બેંકે કહ્યું કે આ પછી જ 5 લાખ રૂપિયાથી વધુનો કોઈપણ ચેક ક્લિયર થશે.  બેંકની પોઝિટિવ પે કન્ફર્મેશન સિસ્ટમ 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહી છે:

કઈ માહિતી આપવી પડશે-
ચેકની તારીખ
પ્રાપ્તકર્તાનું નામ
ખાતા નંબર
ચેક નંબર 
ટ્રાન્જેક્શન કોડ
ચેકની રકમ

ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ લિંક:- આધાર કાર્ડને વર્તમાન મતદાર આઈડી કાર્ડ સાથે લિંક કરવાની એક ખાસ ડ્રાઈવ 1લી ઓગસ્ટ 2022થી શરૂ કરવામાં આવશે જેથી મતદાર યાદીમાં પ્રવેશને પ્રમાણિત કરી શકાય અને મતદારની ઓળખ સ્થાપિત કરી શકાય અને એક કરતા વધુ મતવિસ્તારમાં નામની નોંધણી ઓળખી શકાય.

31 તારીખ પહેલાં પતાવી લેવા જરૂરી છે આ કામ, નહિ તો થશે મોટું નુકસાન 
પાક વીમો
વરસાદની ઋતુમાં ઘણી જગ્યાએ પૂર આવ્યું છે. જેના કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે. આવી સ્થિતિમાં, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે પોતાને નોંધણી કરાવવી જરૂરી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા ટ્વીટ અનુસાર પાક વીમા માટે રજિસ્ટ્રેશન 31 જુલાઈ સુધી કરી શકાશે. જેના કારણે તમારું નુકસાન ભરપાઈ થઈ જશે. જો તમે 31 જુલાઈએ ચૂકી જશો તો તમારે ભારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.

પીએમ કિસાન યોજના KYC
આ ઉપરાંત લાયક ખેડૂતો કે જેમણે હજી સુધી પીએમ કિસાન યોજના માટે કેવાયસી કરાવ્યું નથી. તેમના માટે ફરી એકવાર તારીખ વધારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઈ-કેવાયસીની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ કામને કરાવવામાં હવે થોડા દિવસનો સમય બચ્યો છે. જો યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂત કેવાઈસી નથી કરાવતા તો તેમને પીએમ કિસાનના બે હજાર રૂપિયા મળશે નહીં.

ITR ફાઈલ 
આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે નાણાકીય વર્ષ 2021-22 એટલે કે એસેસમેન્ટ વર્ષ 2022-23 માટે આઈટીઆર ફાઈલ કરવામાં આવશે. 31 જુલાઇ બાદ આઇટીઆર ફાઇલ કરવા માટે તમારે લેટ ફી આપવી પડશે. આ અંતર્ગત જો ટેક્સેબલ ઇનકમ 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી હોય તો લેટ ફી 1000 અને ટેક્સેબલ ઇનકમ 5 લાખ રૂપિયાથી વધારે છે તો 5000 રૂપિયા લેટ ફી આપવી પડશે. ઘણા કિસ્સાઓમાં આ ફી 10,000 સુધી પણ હોય શકે છે.