બધા કામ પડતા મૂકી જાણો/ પહેલી (1 જૂન 2023) તારીખથી બદલાઈ જશે 11 નિયમો, તમારા ખિસ્સાઓ પર અસર પડે તે પહેલા જાણી લો.

બધા કામ પડતા મૂકી જાણો/ પહેલી (1 જૂન 2023) તારીખથી બદલાઈ જશે 11 નિયમો, તમારા ખિસ્સાઓ પર અસર પડે તે પહેલા જાણી લો.

નમસ્તે ગુજરાત, મહિનો બદલવાની સાથે સાથે જ કેટલાક ફેરફારો થતા હોય છે, જે ફેરફારોની સીધી અસર સામાન્ય નાગરિક ઉપર અવારનવાર પડતી હોય છે. તેવી જ રીતે આવતા મહિને એટલે કે જૂન મહિનામાં કેટલાક નિયમો બદલવા જઈ રહ્યા છે. આ દરેક નિયમો છે એ તમારા ખિસ્સા ઉપર અસર પાડી શકે છે એટલા માટે તમારે જાણી લેવા જોઈએ.

1) ગુજરાત સહિત ભારત રાજ્યમાં પહેલી તારીખથી જુના સોના અને ચાંદીના ઘરેણા વેચી નહિ શકો. જુના ઘરેણા વેચવા માટે હોલમાર્કિંગ કરાવો ફરજિયાત રહેશે. જે સોના ના દાગીના ઉપર હોલ માર્કિંગ થયું હશે તેમનો જ વેચાણ કરી શકશો.

2) ક્રેડિટ કાર્ડથી અને ડેબિટ કાર્ડથી નાણાં ખર્ચવા માટેના નિયમો પહેલી જુલાઈથી લાગુ થશે.

3) બાળકો માટે રોકાણના દરવાજા ખુલશે:- 15 જૂનથી નવો નિયમ લાગુ થશે મ્યુચલ ફંડમાં રોકાણ કરી શકશો. મ્યુચલ ફંડમાં રોકાણને લઈને સેબી દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ હવે માતા-પિતા બાળકોના નામે રોકાણ કરી શકશે આ માટે બાળકોનું જોઈન્ટ એકાઉન્ટ કે સગીર ખાતું ખોલાવવું જરૂર પડશે નહીં. આ નવો નિયમ 15 જૂન 2023થી લાગુ પડશે. સેબીએ તમામ AMCsને નવા નિયમો અનુસાર રોકાણ અને મ્યુચ્યુઅલ ફંડ ઉપાડવાની સુવિધા માટે જરૂરી ફેરફારો કરવાની એક પરી પત્રમાં સલાહ આપી છે.

4) ગુજરાતમાં સરકારી ભરતીની તૈયારી કરતા લોકો માટેની બદલાયા
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે છે મહત્વના સમાચાર, ગુજરાત રાજ્યમાં વર્ગ ૩ ની તૈયારી કરતા લોકો માટે સરકારી નોકરીની ભરતીની તૈયારી ને લઈને નિયમોની અંદર બદલાવ કરવામાં આવ્યો.
હવેથી વર્ગ ત્રણની પરીક્ષા માટે બે પરીક્ષા લેવામાં આવશે જેમાં એક પ્રિલીમરી પરીક્ષા હશે અને બીજી મુખ્ય પરીક્ષા રહેશે. મુખ્ય પરીક્ષાને આધારે મેરીટ બનશે અને ભરતી પ્રક્રિયા થશે.

5) ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ઘટશે: મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવની અંદર ઘટાડો થવાની સંભાવના છે જેમને કારણે ગેસ સિલિન્ડરના ભાવની અંદર થોડો ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આપ સૌ જાણો છો દર મહિનાની પહેલી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવો જાહેર કરવામાં આવે છે.
છેલ્લે માર્ચ મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ₹50 નો વધારો થયો હતો અને ગયા મહિને ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર થયો ન હતો. હાલમાં ગુજરાતમાં એલપીજી ગેસ સિલિન્ડરનો 14.5 કિલો નો ભાવ 1105 રૂપિયાથી લઈને 1130 રૂપિયાની વચ્ચે અલગ અલગ જિલ્લામાં જોવા મળી રહ્યો છે.

6) બેંક વ્યાજ દર માં વધારો થશે: છેલ્લે આરબીઆઈ દ્વારા રેપોરેટ ની અંદર વધારો કરવામાં આવ્યો હતો. જેમને કારણે આવતા મહિનાથી એટલે કે પેલી જુન થી ઘણી બેંકો વ્યાજ દર ની અંદર વધારો કરશે. બેંકના વ્યાજ દરની અંદર વધારો થતા લોન લીધેલ ગ્રાહકો ઉપર તેમની સીધી અસર પડશે. સાથે કેટલાક રાજ્યોમાં ટ્રેનના ટાઈમ ટેબલ બદલાશે અને નવી ટ્રેનો પણ ચાલુ થશે.

7) હોલ માર્કિંગનો નિયમ ફરજિયાત થશે
પહેલી જૂન 2023 થી ગોલ્ડ માટે હોલમાર્કિંગ નો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમાં દેશમાં 256 જિલ્લાઓ/સેન્ટરો ઉપર સોના નાં દાગીના અને કલાકૃતિઓ માટે હોલ માર્કિંગ ફરજિયાત શરૂ થશે. સાથે નવા 32 જિલ્લાઓની અંદર પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા આ ઓર્ડર છેલ્લા વર્ષે શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ હજી ઘણા બધા જિલ્લાની અંદર આનું પાલન થતું નથી. હાલમાં આવા જિલ્લાઓની અંદર કડક આદેશનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે જે જિલ્લામાં આનું પાલન નહીં થાય ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવશે તેવો આદેશ આપવામાં આવ્યો છે. એટલે પહેલી જૂનથી હોલમાર્કિંગ વગરના જુના સોનાના દાગીના વેચી શકશો નહીં.

8) મોંઘો થશે વીમો :- મળતી માહિતી અનુસાર પહેલી જૂન 2023 થી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વધારવાની તૈયારીઓ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજાર સીસી થી ઓછી કાર માટે વીમો વધશે, જ્યારે હજારથી પંદરસો સીસી ની કાર માટે 3221 થી વધારીને 3416 રૂપિયા વીમો કરવામાં આવશે. જો વાહનોની ક્ષમતા 1500 સીસી થી વધારે હશે તો એમનો વીમો 7890થી વધારે ને 7897 કરવામાં આવશે. આમ જૂન મહિનાથી થર્ડ પાર્ટી વીમો છે એમાં વધારો થશે. જોકે હજી સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ થર્ડ પાર્ટી વીમો છે એ આવતા મહિને વધી શકે છે જેની માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

9) Pm કિશાન યોજના નો 14 મો હપ્તો:  પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક ₹6,000 ની સહાય મળે છે જેમના 13 હપ્તા ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ ચૂક્યા છે, હવે આવનાર 14 મો હપ્તો ખેડૂતોના ખાતામાં જૂન મહિનાની અંદર જમા થાય તેવી પ્રબળ સંભાવના છે, છેલ્લે 13 મો હપ્તો 26 ફેબ્રુઆરી 2023 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. 

10) રેશનકાર્ડ ધારકોને ફાયદો થશે 
પેલી જુનથી રેશનકાર્ડ ધારકોને બાજરી, રાગી અને જુવારનું રાહત દરે વિતરણ છે એ ચાલુ કરવામાં આવશે. સાથે ગુજરાત સરકારનું રેગ્યુલર અનાજ વિતરણ છે એ પણ ગુજરાતના NFSAના રેશનકાર્ડ ધારકોને મળશે. અને કોરોના કાલથી ચાલતી આવતી કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પણ નાગરિકોને વધારાનું અને મફત અનાજ આપવામાં આવે છે એ પણ જૂન મહિનામાં આપવામાં આવશે.

11) પાક નુકશાન સહાય નાં પૈસા મળશે.
માર્ચ 2023 ની અંદર ગુજરાતમાં માવઠું થયું હતું જેમને લઈને ગુજરાત સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ બહાર પાડ્યું હતું, જેમના સર્વેને લઈને કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને હવે આવતા મહિને ખેડૂતોના ખાતાની અંદર માવઠાના સહાયનાં પૈસા જમા થશે.