ફેરફાર/ 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, જે તમારી આવક પર કરશે અસર, ન્યુ વેજ કોડ પહેલી તારીખથી લાગુ...

ફેરફાર/ 1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, જે તમારી આવક પર કરશે અસર, ન્યુ વેજ કોડ પહેલી તારીખથી લાગુ...

કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં નવો વેજ કોડ લાગુ કરવાની તૈયારીમાં હતી, પરંતુ કોરોના મહામારી ને કારણે તે મુલતવી રાખવામાં આવ્યું હતું. અપેક્ષા રાખવામાં આવી રહી છે કે  આનો અમલ ઓકટોબર મહિનામાં થાય. ન્યુ વેજ કોડ 2021 લાગુ થવાથી નોકરી કરતા સામાન્ય વર્ગ પર વધુ અસર પડશે. કારણ કે પગારમાં ઘટાડો થશે.

ન્યુ વેજ કોડમાં ખાસ શું છે: આ નવા નિયમમાં ઘણી જોગવાઈ કરવામાં આવી છે. જેની અસર મિલ, ફેકટરી, પગારદાર વર્ગ પર પડશે. કર્મચારીઓના પગારથી લઈને તેમની રજાઓ અને કામના કલાકો પણ બદલાશે.

પગારનું પૂરું માળખું બદલાઈ જશે : Wage Code Act), 2019  ના અમલ સાથે, કર્મચારીઓનું પગાર માળખું સંપૂર્ણપણે બદલાઈ જશે. કર્મચારીઓનો 'ટેક હોમ પગાર' ઘટશે, કારણ કે મૂળભૂત પગાર વધારવાથી કર્મચારીઓનો પીએફ વધુ કપાશે, એટલે કે તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત રહેશે. પીએફની સાથે સાથે ગ્રેચ્યુઇટીમાં યોગદાન પણ વધશે. એટલે કે, ટેક હોમ પગાર ચોક્કસપણે ઘટશે પરંતુ કર્મચારીને નિવૃત્તિ પર વધુ રકમ મળશે.

કર્મચારીઓની રજા 240 થી વધારીને 300 થઈ શકે છે. લેબર કોડના નિયમોમાં ફેરફાર અંગે શ્રમ મંત્રાલય, શ્રમ સંઘ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે ઘણી જોગવાઈઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કર્મચારીઓની એની Earned Leave રજા 240 થી વધારીને 300 કરવાની માંગ કરવામાં આવી હતી.

મૂળભૂત પગારમાં વધારાને કારણે, કર્મચારીઓનો પીએફ વધુ કાપવામાં આવશે, પછી તેમના ઘરે લઈ જવાનો પગાર ઘટશે. પરંતુ, તેમનું ભવિષ્ય વધુ સુરક્ષિત રહેશે.  આ તેમની નિવૃત્તિ પર વધુ લાભ આપશે, કારણ કે પ્રોવિડન્ટ ફંડ (પીએફ) અને માસિક ગ્રેચ્યુઇટીમાં તેમનું યોગદાન વધશે.