ઓગસ્ટ મહિનો પૂરો થવાને હવે 3 દીવસ જ બાકી રહ્યા છે. એવામાં નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નિયમો બદલાવાના છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તેમજ 31 ઓગસ્ટ સુધીમાં બેન્કિંગ, પીએમ કિસાન યોજના તેમજ ITR ને લગતા જરૂરી કામો છે જે તમારે પતાવી લેવા જોઈએ તો આવો જાણીએ વિશેષ માહિતી.
IRDAIએ સામાન્ય વીમાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે એજન્ટને વીમા કમિશન પર 30 થી 35 ટકાના બદલે માત્ર 20 ટકા કમિશન મળશે.તેનાથી લોકોનું પ્રીમિયમ ઘટશે અને તેમને રાહત મળશે.
જો તમે ઓડીની કાર ખરીદવા જઈ રહ્યા છો તો જણાવી દઈએ કે આ કંપનીના તમામ મોડલની કાર મોંઘી થવા જઈ રહી છે. આ વધારો 2.4 ટકા હશે અને આ નવી કિંમતો 20 સપ્ટેમ્બર 2022થી લાગુ થશે.
નેશનલ પેન્શન સ્કીમનું ખાતું ખોલવા પર પોઈન્ટ ઓફ પ્રેઝન્સ કમિશન ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં હવે આ કમિશન 15 રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
દર મહિનાની શરૂઆતમાં, ઇંધણ કંપનીઓ ઉત્પાદનોના નવા દરો બહાર પાડે છે.કંપનીઓ ક્યારેક ભાવમાં વધારો કરે છે તો ક્યારેક ઘટાડો કરે છે. પહેલી ઓગસ્ટના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (19 કિલો)ની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. તેનાથી ઘરેલુ એલપીજી ગ્રાહકોને સીધો ફાયદો થયો નથી.
જો તમે દિલ્હી જવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરશો તો તમારા ખિસ્સા પર ટોલનો બોજ વધી જશે. યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ ટોલના વધારાને મંજૂરી આપી દીધી છે. કાર જેવા નાના વાહનો માટે તમારે પ્રતિ કિલોમીટર 10 પૈસા વધુ લોન આપવી પડશે. તે જ સમયે, મોટા કોમર્શિયલ વાહનો પર પ્રતિ કિલોમીટર 52 પૈસા વધુ ટોલ ચૂકવવો પડશે.
31 તારીખ પહેલાં પતાવી લો આ કામ
PNB નાં ગ્રાહકો માટે
દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક (PNB)ના ગ્રાહકો માટે સૌથી મહત્વના સમાચાર છે. પંજાબ નેશનલ બેંકે તેના લાખો ગ્રાહકોને એલર્ટ કર્યા છે. બેંકે સ્પષ્ટ કર્યું છે કે જો તમે હજુ સુધી તમારું KYC (તમારા ગ્રાહકને જાણો) પૂર્ણ કર્યું નથી, તો તેને તરત જ કરાવો નહીંતર તમારું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે. બેંકે થોડા દિવસો પહેલા આ સંબંધમાં ટ્વિટ કરીને તેના ગ્રાહકોને KYC પૂર્ણ કરવા કહ્યું હતું. છેલ્લા ઘણા મહિનાઓથી બેંક તેના ગ્રાહકોને KYC અપડેટ કરવા માટે કહી રહી છે.
પીએમ કિસાન યોજના
જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો 31 ઓગસ્ટ સુધીમાં eKYC કાર્ય પૂર્ણ કરો. હવે આ યોજનાનો 12મો હપ્તો આવવાનો છે. જો કે, આગામી હપ્તાનો લાભ લેવા માટે તમારી પાસે KYC હોવું જરૂરી છે. PM કિસાનની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હવે eKYC માટેની સમયમર્યાદા વધારીને 31 ઓગસ્ટ કરવામાં આવી છે, જે પહેલા 31 જુલાઈ હતી. એવી અપેક્ષા છે કે 1 સપ્ટેમ્બરના રોજ પીએમ કિસાન સન્માન યોજનાનો 12મો હપ્તો બહાર પાડવામાં આવશે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત ભાઈઓને એક વર્ષમાં કુલ 6000 રૂપિયા મળે છે.
31 ઓગસ્ટ સુધીમાં વેરિફિકેશનનું કામ પૂર્ણ કરો
છેલ્લી સમયમર્યાદા આવકવેરા રિટર્ન વેરિફિકેશન સાથે સંબંધિત છે. જો કોઈ કરદાતા 31 જુલાઈ પછી રિટર્ન ફાઈલ કરે છે, તો તેને વેરિફિકેશન માટે માત્ર 30 દિવસનો સમય મળે છે. 31 જુલાઈ સુધીમાં રિટર્ન ફાઈલ કરનારાઓને પહેલાની જેમ વેરિફિકેશન માટે 120 દિવસનો સમય મળશે. જો કોઈ કરદાતાએ 1 ઓગસ્ટના રોજ તેનું રિટર્ન ફાઈલ કર્યું હોય, તો વેરિફિકેશનની સમયમર્યાદા 31 ઓગસ્ટે પૂરી થાય છે. વેરિફિકેશન વિના રિટર્ન ફાઇલિંગ પૂર્ણ ગણવામાં આવશે નહીં.