Surat Bank Of Baroda: દિવસે ને દિવસે વિજય માલ્યા જેવા લોકો વધતા જ જઈ રહ્યા છે. કારણ કે હાલમાં જ એક એવો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત હાઇ-ટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર વિજય શાહ, પત્ની કવિતા શાહ અને સતીષ અગ્રવાલ દ્વારા બેંક ઓફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તેમજ અન્ય બિઝનેસમેન પાસેથી પણ કેટલાક રૂપિયા પચાવી પાડીને દંપતી અમેરિકા ભાગી ગયું હોવાની માહિતી મળી છે.
તો વળી સતીષ અગ્રવાલ સુરતમાં જ હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. જેની હાલ મલ્ટીપલ FIR થયેલી છે. ત્યારે હાલ સમગ્ર મામલે ગાંધીનગર CBIએ તપાસ શરૂ કરી છે. સુરતમાં વિજય શાહ બેંકને 100 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી પત્ની સાથે અમેરિકા ભાગી ગયો, ચોંકાવનારી હકીકત
મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો વિજય શાહ તેમની પત્ની કવિતા શાહ અને સતીશ અગ્રવાલએ બેંક ઑફ બરોડામાંથી 100 કરોડની લોન લીધી હતી. તેઓ સુરતના હાઈટેક સ્વીટ વોટર કંપનીના ડિરેક્ટર છે. એટલું જ નહીં, અન્ય એક ઉદ્યોગપતિ પાસેથી તેઓએ રૂપિયા પણ પડાવી લીધા હતા અને ત્યારબાદ છેતરપિંડી આચરી અમેરિકા નાસી ગયા છે. આ સિવાય તેઓએ રાજસ્થાનમાં જમીન સંબંધિત છેતરપિંડી અને સુરતમાં એક જ પ્લોટ બે વ્યક્તિઓને વેચી દેવા મામલે પણ ગંભીર ગુનો આચર્યાં છે.
આ લોકો ઉપર મલ્ટીપલ FIR થઇ ચુકી છે જેમાં રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે. સાથે ઓક્ટોબર 2017 માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચવાના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે. જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો.
ફરિયાદ હિરેન ભાવસારે કહ્યુ કે, આ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવાનો આશય એટલો જ છે કે, લોકોને વિજય શાહના કારસ્તાન વિશે જાણકારી મળે અને બીજા ફસાતા બચી શકે. શાહ દંપતી અને અગ્રવાલ પરિવાર દ્વારા જે પ્રકારની પ્રવૃત્તિ ઉપજાવવામાં આવી છે જેના કારણે બેંકમાં રહેલા લોકોના પૈસા પણ જોખમમાં મુકાઈ ગયા છે. અમે અમારા ન્યાય માટે લડત આપતા રહીશું. સુરત શહેરમાં આ પ્રથમ એવી ઘટના છે જે સીબીઆઇ ગાંધીનગરથી સુરતના આર્થિક ગુના શાખા, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ મોકલવામાં આવી છે.
હિરેન ભાવસારે આ સમગ્ર કારસ્તાન વિશે PMOને પણ પત્ર લખ્યો છે. રાજસ્થાનના અજમેર અને જયપુર શહેરમાં GIDC અંકલેશ્વર ખાતે જમીન છેતરપિંડીના કેસમાં વિજય શાહ અને નરેન્દ્ર ગર્ગ વિરુધ FIR દાખલ થઈ છે. સાથે ઓક્ટોબર 2017માં સુરતમાં એક જ ફ્લેટ બે વ્યક્તિઓને વેચનારના કેસમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે, જેમાં પણ વિજય શાહની ધરપકડ કરવામાં આવી હતી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો.