રૂ. 10000 માં બૂક કરો સૌથી સસ્તી કાર, 1 km ચલાવવાં માટે માત્ર 40 પૈસાનો ખર્ચ

રૂ. 10000 માં બૂક કરો સૌથી સસ્તી કાર, 1 km ચલાવવાં માટે માત્ર 40 પૈસાનો ખર્ચ

પેટ્રોલ અને ડીઝલના ભાવોની વાત કરીએ તો હાલ આસમાને પહોંચ્યા છે. જેથી કરીને લોકો બીજા ઇંધણ થી ચાલતા વાહનનો ઉપયોગ કરવા માટે મજબૂર બની રહ્યા છે. ઇલેક્ટ્રિક વ્હિકલની ખરીદીમાં લોકોની વધતી દિલચસ્પીને ધ્યાનમાં રાખીને ઓટોમોબાઇલ્સ કંપનીઓ સતત નવા મોડલો બહાર પાડી રહી છે. ભારતીય ઓટોમોબાઇલ બજારમાં Strom Motors એ પોતાની ઇલેક્ટ્રીક કાર R3 નુ બુકિંગ શરૂ કરી દીધું છે.

કંપનીએ હવે Strom Motors R3 ઇલેક્ટ્રિક કારનું પ્રી-બુકિંગ ચાલુ કરી દીધું છે. જેમાં તમે ફકત 10,000 રૂપિયાના ટોકન અમાઉંટ પર બુકિંગ કરી શકો છો. આ કિંમત ઉપર લોન્ચ થવાથી આ ભારતની સૌથી સસ્તી કાર બની જશે. Strom R3 ને Tata Nexon કંપની ટક્કર આપવાની છે. કારને 4 કલરમાં સ્કીમ સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં ઇલેક્ટ્રિક બ્લુ, બ્લુ રેડ, રેડ અને બ્લેક રંગ છે.

તમે આ કંપની ની ઑફિશિયલ વેબસાઈટ પર જઈને બુક કરી શકો છો. Strom R3 ની વાત કરીએ તો ફૂલ એર કંડીશનર, ટુ ડોર, ટુ સિટર અને થ્રી વ્હીલર કાર છે. આ કાર મુંબઈ દિલ્હી અને બેંગ્લોર જેવા શહેરી વિસ્તારો માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ કારમાં લિથિયમ આર્યન બેટરીનો ઉપયોગ થશે. જેમાં 1 લાખ કી.મી. અથવા 3 વર્ષની વોરન્ટી સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે.

કંપની દાવો કરે છે કે કારની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. બેટરી ફૂલ ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે. સાથે આ કંપની દાવો કરે છે કે કાર એક વાર ફૂલ ચાર્જ થયા પછી 200 કી.મી. સુધીની રેન્જ આપી શકે છે. આ કારને ચલાવવા માટે 1 કી.મી. દીઠ 40 પૈસાનો ખર્ચ થશે. સામાન્ય વર્ગના લોકો માટે પોતાના બજેટ અનુસાર ફિટ થઈ જશે.