BSNL નો 105 દિવસનો સસ્તો રિચાર્જ પ્લાન, મેળવો અનલિમિટેડ કોલિંગ અને બે જીબી ડેટા દરરોજ

BSNL નો 105 દિવસનો સસ્તો રિચાર્જ પ્લાન, મેળવો અનલિમિટેડ કોલિંગ અને બે જીબી ડેટા દરરોજ

ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો છે, જેના પછી ઘણા વપરાશકર્તાઓએ તેમના નંબર BSNL પર પોર્ટ કરાવી રહ્યા છે. ત્યારે ભારત સંચાર નિગમ લિમિટેડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આની પુષ્ટિ કરી છે. જો કે, સબ્સ્ક્રાઇબર્સની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Jio, Airtel અને Vi હજુ પણ તેના ઘણા પ્લાન્સમાં સારી ઑફર્સ આપી રહી છે. પણ BSNLના આ 105 દિવસના પ્લાને યુઝર્સને મોજ કરાવી દીધી છે.

BSNLમાં છેલ્લા એક મહિનાથી સતત નંબર પોર્ટિંગ થઈ રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને કંપની નવા પ્લાન પણ રજૂ કરી રહી છે. આ શ્રેણીમાં, BSNL એ 105 દિવસની માન્યતા સાથેનો પ્લાન રજૂ કર્યો છે. જેમાં અનલિમિટેડ કોલિંગ ઉપલબ્ધ છે. આ સિવાય કુલ 105 દિવસ સુધી દરરોજ 2GB ડેટા સાથે આવે છે એટલે કે તમને કુલ 210GB ડેટા મળશે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ 40kbps થઈ જશે

BSNLના આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ ઉપલબ્ધ છે, તેથી જો તમે મેસેજિંગ કરો છો તો પણ આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ છે. આ સિવાય જે લોકો ઘરેથી કામ કરી રહ્યા છે તેમના માટે પણ આ પ્લાન જબરદસ્ત છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

જ્યારે અન્ય કંપનીઓની વાત કરીએ તો કોઈ કંપની 105 દિવસની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરી રહી નથી તેમાં પણ Jio તેના ગ્રાહકોને રુપિયા 799ની કિંમતે 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન ઓફર કરી રહી છે જેમાં 1.5 દરરોજના ડેટા મળે છે સાથે અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા જે BSNLના આ પ્લાનની કમ્પેરિઝનમાં તો ઘણો મોંઘો છે.

Airtel કંપની પણ પોતાના ગ્રાહકો માટે અનેક પ્લાન ઓફર કરી રહી છે પણ તે 84 દિવસની વેલિડિટી સા Jioથી પણ મોંઘો પ્લાન ઓફર કરે છે જેની કિંમત 859 રુપિયા છે. જેમાં 1.5 GB ડેટા , અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા મળે છે.

Viનો આ કેટેગરીમાં પ્લાન Airtel જેટલો જ છે. જેમાં 84 દિવસની વેલિડિટી સાથે 1.5 GB ડેટા , અનલિમિટેડ કોલ અને 100 SMSની સુવિધા મળે છે. આ પ્લાન પણ 859નો છે. જો તમે સસ્તો પ્લાન શોધી રહ્યા હોવ તો આમાં BSNL સૌથી સસ્તુ છે અને વધારે ડેટા પણ ઓફર કરી રહ્યું છે. જે બાદ બીજા નંબરે Jio આવે