222 રૂપિયા બચાવવાની ત્રેવડ હોય તો 11 લાખ તમારા ખાતામાં પાક્કા આવશે, જાણો સ્કીમ વિશે

222 રૂપિયા બચાવવાની ત્રેવડ હોય તો 11 લાખ તમારા ખાતામાં પાક્કા આવશે, જાણો સ્કીમ વિશે

પોસ્ટ ઓફિસની અલગ-અલગ સ્કીમ્સ વિશે તમે ઘણીવાર સાભળ્યું હશે. આમાંથી એક ખાસ સ્કીમ છે, રિકરિંગ ડિપોઝીટ એટલે કે RD, જેમાં તમે રોજના માત્ર 222 રૂપિયા બચાવીને 11 લાખ રૂપિયાનુ ફંડ બનાવી શકો છો. આ સ્કીમ સરકારની ગેરેન્ટી સાથે આવે છે, એટલે કે તમારા રૂપિયા પૂરી રીતે સુરક્ષિત રહે છે

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરો છો. જો તમે રોજ 222 રૂપિયા બચાવો, તો મહિનામાં તે 6,660 રૂપિયા થઈ જાય છે. આ હિસાબથી 5 વર્ષ તમે કુલ 3,99,600 રૂપિયા જમા કરશો. આ રકમ પર તમને 6.7 ટકા વાર્ષિક વ્યાજ મળે છે, જે દર ત્રણ મહિનામાં કમ્પાઉન્ડ થાય છે. એટલે કે, વ્યાજ પર પણ વ્યાજ મળે છે

એવામાં 5 વર્ષ બાદ તમને 4,75,297 રૂપિયા મળશે. હવે જો તમે તમારા આ રોકાણને 5 વર્ષ એટલે કે કુલ 10 વર્ષ સુધી વધારો છો, તો તમારું રોકાણ 7,99,200 રૂપિયા થઈ જશે અને કુલ રકમ વધીને 11,37,891 રૂપિયા થઈ જશે. આ પ્રકારે 10 વર્ષ બાદ તમને 11 લાખ રૂપિયા મળશે

આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે, તેને શરૂ કરવા માટે તમારો મોટી રકમની જરૂરિયાત નથી. તમે તમે માત્ર 100 રૂપિયા મહિનાથી પણ શરૂઆત કરી સકો છો. આ સ્કીમ દરેક ઉંમરના લોકો માટે ઉપયોગી છે, તમે જવાન હોવ, વૃદ્ધ હોવ કે બાળક બધા જ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. તમે એકલા કે જોઈન્ટ એકાઉન્ટ પણ ઓપન કરી શકો છો. જો તમને વચ્ચે રૂપિયાની જરૂરિયાત પડી જાય, તો 3 વર્ષ બાદ એકાઉન્ટ બંધ કરવાનો પણ વિકલ્પ છે.

સાથે જ, જો તમે 1 વર્ષ સુધી સતત રૂપિયા જમા કર્યા છે, તો તમે તમારી જમા રકમ પર 50 ટકા સુધી લોન પણ લઈ શકો છો. આ લોન પર માત્ર 2 ટકા વધારાનું વ્યાજ આપવું પડશે, જે તમારી જરૂરિયાતના સમયે મોટો સહારો બની શકો છો

આ સ્કીમમાં નોમિનીની સુવિધા પણ છે. જો રોકાણકારને કંઈ થઈ જાય, તો નોમિની એકાઉન્ટને ક્લેમ કરી શકે છે અથવા તેને આગળ વધારી શકે છે. સ્કીમની મુદ્દત 5 વર્ષની છે, પરંતુ તમે તેને 5 વર્ષ હજુ વધારી શકો છો.

ધ્યાનમાં રાખો કે તમારે દર મહિને સમયસર રકમ જમા કરાવવી પડશે, નહીં તો દર મહિને 1% દંડ વસૂલવામાં આવી શકે છે. જો સતત 4 હપ્તા ચૂકી જાય, તો ખાતું બંધ પણ થઈ શકે છે. આ યોજના નાની બચતને મોટા ભંડોળમાં રૂપાંતરિત કરવાનો એક સરળ અને સલામત માર્ગ