25 ડિસેમ્બર ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી છે. આ જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવશે.
પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજયંતી ના દિવસને પ્રત્યેક વર્ષે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પણ કરશે.
આ જ દિવસે બપોરે 12:00 વાગ્યે વડાપ્રધાન મોદી ખેડૂતના હિત માટે કૃષિ બીલનું મહત્વ વિશે સંબોધન કરશે. આ ઉપરાંત કૃષિ સહાય રૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવશે.
21 ડિસેમ્બર ના રોજ સાંજે 5:00 કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિષેશ ઉપસ્થિતિમાં પ્રદેશના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સાંસદો, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીના ઇન્ચાર્જ સાથેની વર્ચ્યુઅલ બેઠક બોલાવાઈ હતી જે દરમિયાન સી.આર.પાટીલે આ અંગેની જાહેરાત કરી હતી.