ગર્ભવતી મહિલાને ગળું દબાવી પેટ ફાડીને બાળક લઈ લીધું, 2004માં કર્યો હતો ગુનો હવે 12 જાન્યુઆરી 2021માં થશે મોતની સજા

ગર્ભવતી મહિલાને ગળું દબાવી પેટ ફાડીને બાળક લઈ લીધું, 2004માં કર્યો હતો ગુનો હવે 12 જાન્યુઆરી 2021માં થશે મોતની સજા

અમેરિકાની એક મહિલા કે જેને મોતની સજા સાંભળવાવમાં આવી છે અમેરિકામાં 1953 પછી પહેલી વાર કોઈને મોતની સજા આપવામાં આવી રહી છે. તો એવું તો શું કર્યું હશે આ મહિલાએ કે તેને મોતની સજા મળશે ?

 

અમેરિકામાં રહેતી આ મહિલાનું નામ લિસા મોન્ટોગોમેરી છે. તેણે એવો ગુનો કર્યો છે કે હાલ અમેરિકની કોઈ પણ કોર્ટ તેને માફ કરવા તૈયાર નથી કે નથી તૈયાર તેની સજા ઓછી કરવા માટે. અમેરિકાની ફેડરલ કોર્ટે આ મહિલાને 12 જાન્યુઆરી 2021ના રોજ મોતની સજા આપવાનો હુકમ કર્યો છે. 

વાત એમ હતી કે, આરોપી મહિલા 16 ડિસેમ્બર 2004 ના રોજ એક પાલતુ કૂતરું લેવના બહાને નીકળી હતી અને 8 મહિનાની ગર્ભવતી મહિલાને દોરડા વડે ગળું દબાવી દીધું ત્યારબાદ તેનું પેટ ફાડી તેમાંથી બાળકને લઈને ત્યાંથી ભાગી ગઈ હતી.

 

પોલીસને વાતની જાણ થતાં શોધખોળ કરી આરોપી મહિલાને પકડી પાડી અને મહિલાએ ગુનો કબુલ કર્યો હતો. 2008 માં તેને બાળકનું અપહરણ અને હત્યાના ગુનો નોંધી મોતની સજા સાંભળવાવમાં આવી હતી. આરોપી મહિલાએ ઉપરી કોર્ટમાં અપીલ કરી પણ ત્યાં પણ તેને મોતની સજા સંભળવાવમાં આવી અને હવે 12 જાન્યુઆરી 2021 ના રોજ તેને જીવલેણ ઈન્જેકશન આપીને મૃત્યુદંડ આપવામાં આવશે.