439માં 3 મહિના અનલિમિટેડ, સસ્તો રિચાર્જ પ્લાન જોતો હોય તે લોકો સારા સમાચાર

439માં 3 મહિના અનલિમિટેડ, સસ્તો રિચાર્જ પ્લાન જોતો હોય તે લોકો સારા સમાચાર

ટેલિકોમ કંપનીઓ મનફાવે તેવા મોંઘા ભાવના રિચાર્જ ફરજિયાત આપીને છેતરપિંડી કરી રહી છે. હજુ હમણાં સુધી વોઈસ કોલ અને મેસેજ કોઈ પૈસા થતા નહોતા પરંતુ હમણાંથી બધી કંપનીઓએ ભેગી મળીને માત્ર વોઈસ કોલ અને મેસેજ માટે પણ 250ની ઉપરનો રિચાર્જ પ્લાન આપી રહી છે એટલે ખાલી વોઈસ કોલ માટે પણ આટલું રિચાર્જ પેકેજ લેવાનું? આ નરી છેતરપિંડી છે આ વાતનો જવાબ મળી ગયો છે.

BSNLના 439ના પ્લાનમાં બધું
જો તમે મોબાઈલ માટે સાવ સસ્તો પ્લાન શોધતાં હોય તો તમારા માટે સારા સમાચાર છે. બીએસએનએલનો સાવ સસ્તો 439 રુપિયાનો પ્લાન ચાલી રહ્યો છે જે 3 મહિના સુધી ચાલશે અને તેમાં બધું કોલિંગ, મેસેજનો લાભ મળશે જે ખૂબ સસ્તો છે જ્યાર બીજી કંપનીઓ જિઓ, એરટેલ, વોડાફોનના 3 મહિના પ્લાન માટે 1000ની આસપાસ ચુકવવા પડે છે.

બીજી કંપનીઓના કયા પ્લાન
બીએસએનએલની તુલનામાં Jio પાસે રૂ. 448 અને રૂ. 1748 ની કિંમતના બે સમાન પ્લાન છે, જે અનુક્રમે 84 દિવસ અને 336 દિવસની માન્યતા પ્રદાન કરે છે. એરટેલ પાસે રૂ. 469 અને રૂ. 1849ના પ્લાન પણ ઉપલબ્ધ છે, જે યુઝર્સને અનુક્રમે 84 દિવસ અને 365 દિવસની માન્યતા આપે છે. Vi 1460 રૂપિયામાં વૉઇસ અને SMS પ્લાન ઑફર કરે છે, જેમાં 270 દિવસની માન્યતાનો સમાવેશ થાય છે.