સરકારી ટેલિકોમ કંપની BSNL (ભારત સંચાર નિગમ લિમિટેડ) એ તેના લોકપ્રિય 197 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. વાસ્તવમાં આ અપડેટ કંપનીની સત્તાવાર વેબસાઇટ પર પણ જોઈ શકાય છે અને તે વપરાશકર્તા અનુભવને સુધારવા અને આવક વધારવાના ઉદ્દેશ્યથી રજૂ કરવામાં આવ્યું છે.
BSNLનાં આ જૂના પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળતા હતા. જોકે આ મુખ્ય લાભો ફક્ત પહેલા 15 દિવસ સુધી મર્યાદિત હતા. પરંતુ સમગ્ર પ્લાનની માન્યતા 70 દિવસની હતી જેના કારણે તે એવા લોકો માટે ફાયદાકારક બન્યું જેઓ સેકન્ડરી સિમ અથવા ઓછા ઉપયોગવાળા નંબરને સક્રિય રાખવા માંગતા હતા.
હવે કેવો છે પ્લાન ?
BSNL એ આ પ્લાનનું સંપૂર્ણ માળખું બદલી નાખ્યું છે. હવે યુઝર્સને તેમાં, 4 GB ડેટા (કુલ), ૩૦૦ મિનિટનો વોઇસ કોલિંગ, 100 SMS (કુલ) અને 54 દિવસની માન્યતા છે. હવે જો આપણે સરળ ભાષામાં સમજીએ તો હવે તમને દૈનિક લાભોને બદલે એકમ રકમનો લાભ મળશે જે સંપૂર્ણ 54 દિવસ માટે માન્ય રહેશે. આનાથી એવા વપરાશકર્તાઓને ફાયદો થશે જેમનો ડેટા અને કોલિંગનો ઉપયોગ ખૂબ મર્યાદિત છે પરંતુ તેઓ ઇચ્છે છે કે તેમનું સિમ લાંબા સમય સુધી સક્રિય રહે.
હવે જાણીએ શું છે BSNLની વ્યૂહરચના ?
આ ફેરફાર BSNLની ARPU (સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા) સુધારવા અને વિવિધ વપરાશકર્તા વર્ગોને આકર્ષિત કરવાની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે ખાસ કરીને જ્યારે કંપની દેશભરમાં તેની 4G સેવાનો ઝડપથી વિસ્તાર કરી રહી છે.