નોકરી છોડનારને દંડ: જે કર્મચારીઓ નિર્ધારિત નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા વિના વર્તમાન સંસ્થામાં નોકરી છોડી દે છે તેમને 18% GST ચૂકવવો પડશે. કર્મચારી પાસેથી જીએસટી વસૂલવાની અને સરકારના ખાતામાં જમા કરવાની જવાબદારી એમ્પ્લોયરની રહેશે. આ સિવાય એમ્પ્લોયરને ગ્રુપ ઈન્સ્યોરન્સ અને ટેલિફોન બિલ જેવા ચાર્જ વસૂલવાનો પણ અધિકાર હશે.
ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજદરમાં વધારો: દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો HDFC અને ICICI એ 1 ડિસેમ્બર, 2021થી ફિક્સ્ડ ડિપોઝિટના નવા દરો વધારી દીધાં છે. જેમાં ફિકસ ડિપોઝિટમાં 2.5% થી 5.50% સુધી વ્યાજનો લાભ મળશે. જ્યારે સિનિયર સિટીઝનને 3% થી 6.25% સુધી વ્યાજનો લાભ મળશે.
કોરોના સહાય માટે ઓનલાઈન પોર્ટલ: કોરોનાના મૃતકોને જલ્દી સહાય મળે એ માટે રાજય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યુ છે. જેનું લોન્ચિંગ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. આ પોર્ટલનું નામ iora.gujarat.gov.in છે જેમાં જરૂરી પ્રમાણપત્ર મોબાઈલથી અપલોડ કરવાથી પણ માત્ર એક મહિનામાં સહાયની રકમ સીધી જ વારસદારના બેંકખાતામાં જમા થશે.
રાજ્યમાં ઠંડીનું જોર વધશે: રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. પવાનોની દિશા બદલાતાં ઠંડીનું પ્રમાણ વધશે. જેના કારણે લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં પણ હિમવર્ષાની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે ઉત્તરીય પવનોથી આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધે તેવું અનુમાન પણ સેવાઇ રહ્યું છે.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લીધો છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-10માં ગણિત વિષયમાં સ્ટાન્ડર્ડ અને બેઝિક એમ બે પ્રકારના વિકલ્પ આપવામાં આવે છે. જેમાં જે વિદ્યાર્થી ધોરણ 10માં બેઝિક ગણિત રાખશે તે ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર B ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે સાયન્સ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત વિકલ્પ પસંદ કરી શકે છે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.