ડોરસ્ટેપ બેન્કિંગ સુવિધા : SBI બેન્ક તેના ગ્રહકોમાટે નવી ડોરસ્ટેપ બેન્કિંગ સુવિધા શરૂ કરી છે. આ ડોરસ્ટેપ બેંકિંગ સુવિધામાં કેશ ઉપાડથી લઈને પે ઓર્ડર્સ, નવી ચેકબુક, નવી ચેકબુક રિક્વિઝિશન સ્લિપ સંબંધિત વિવિધ પ્રકારની સુવિધાઓ આપી રહી છે. આ સુવિધા માટે તમારે 75 રૂપિયા અને સાથે GST પણ ચૂકવવાનું રહેશે.
આ બેંકિંગ સેવાનો લાભ લેવા માટે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તમે સત્તાવાર લિંક https://bank.sbi/dsb પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આ પણ વાંચો: 5 મોટી માહિતી: દિવાળીમાં 9 દિવસ યાત્રા, PM કિસાન હપ્તો ડબલ, LRD ભરતી ફેરફાર વગેરે
તમને જણાવી દઈએ કે આ સુવિધા જોઈન્ટ ખાતા, માઈનર ખાતા, બિન-વ્યક્તિગત ખાતાને આપવામાં આવશે નહીં, જ્યારે જે ગ્રાહકોનું રજીસ્ટર્ડ સરનામું હોમ બ્રાંચના 5 કિમીના રેડિયસમાં છે તેમને પણ આ સુવિધા આપવામાં નહીં આવે.
CNG ગેસના ભાવમાં વધારો : CNG ગેસમાં છેલ્લા 10 દિવસમાં 6 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ 56.30 રૂપિયા ભાવ હતો. 1 ઓક્ટોબરથી 21 મી ઓક્ટોબર સુધીમાં 6.69 રૂપિયાનો વધારો થયો છે. 18મી ઓક્ટોબરે દોઢ રૂપિયાનો વધારો થતાં CNGનો ભાવ 62.99 એ પહોંચી ગયો છે. ત્યારે આગામી દિવાળી સુધીમાં ભાવ વધે તેની શક્યતા છે. ટ્રાન્સપોર્ટરોએ CNG ભાવ વધારાની સામે ભાડાના દરમાં વધારો કરવાની માંગ કરી છે.
LICની ડબલ જેવી સ્કીમ : LIC એ મહિલાઓ માટે ખાસ આધારશીલા નીતિ ઘડી છે. જો કોઇ મહિલા 31 વર્ષની ઉંમરે પોલીસી લે છે અને 20 વર્ષ માટે દરરોજ 29 રૂપિયા જમા કરે છે, તો પ્રથમ વર્ષનું પ્રિમીયમ 4.5% ટેક્સ સાથે 10,959 રૂપિયા હશે. આગામી 2.25% પ્રીમિયમ 10,723 રૂપિયા હશે. આ કેસમાં કુલ 2,14,696 રૂપિયા જમા કરવાના રહેશે. 20 વર્ષ પછી પરિપક્વતા પર તમને 3.97 લાખ રૂપિયા મળશે.
આ પણ વાંચો: BOB આપી રહી છે દિવાળી પર ભેટ, જાણો શું?
ઇંધણના ભાવમાં થશે 10 રૂપિયાનો વધારો : બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ હાલમાં બેરલ દીઠ 85 ડોલર જેટલા છે. જે આગામી 3 થી 6 મહિનામાં 100 ડોલર થઈ શકે છે. આ સ્થિતિમાં ઇંધણની વર્તમાન કિંમતમાં 8 થી 10 રૂપિયાનો વધારો થઈ શકે છે. જે રાજ્યોમાં વધુ વેટ હશે તો તેવા રાજ્યોમાં ભાવ વધુ હશે. ઈરાકના ઓઈલ મંત્રી અહેસાન જબ્બારીના જણાવ્યા મુજબ આગામી વર્ષના પ્રથમ અને બીજા કવાર્ટર વચ્ચે ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી આંબી શકે છે.
Know Your Farmer યોજના : ગુજરાત સરકાર ખેડૂતોનો ડેટા એક જ ક્લિકમાં મળી રહે તથા ખેડૂતો સાથે સીધો સંપર્ક સ્થપાય એ માટે "નો યોર ફાર્મર" યોજના હેઠળ રાજ્યના એક લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા સ્માર્ટફોન ખરીદાવશે. જેમાં 15 હજારની કિંમત સુધીનો સ્માર્ટફોન ખરીદવા માટે કો-ઓપરેટિવ બેન્કમાંથી લોન મળશે જેનું વ્યાજ સરકાર ચૂકવશે અને હપ્તા ખેડૂતો ભરશે. જેમાં દરેક ખેડૂતને પાક, સબસિડી, હવામાનની માહિતી તાત્કાલિક મળશે.
આ તમામ વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉપરનો વિડિયો જોઈ લ્યો.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.