આજની 5 મોટી અપડેટ: PM કિસાન હપ્તો, કિસાન વિકાસ પત્ર યોજના, PF ધારકો, કોરોના વેરિયન્ટ વગેરે

પાક નુક્સાન સહાય ફેઝ-2: પાક નુકસાન સહાય ફેઝ-2માં રાજ્ય સરકારે 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તમામને SDRFના નિયમ પ્રમાણે હેક્ટર દીઠ 6,800 રૂપિયાની સહાય અપાશે. સહાય મેળવવા માટે 6થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે.

કિસાન વિકાસ પત્ર યોજના: ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં રાખીને સરકારે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. તમામ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ કિસાન વિકાસ પત્ર યોજના 124 મહિનામાં રોકાણને બમણું કરે છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણ કરનારને 6.9 ટકાનું ઉત્તમ વાર્ષિક વળતર મળે છે. આ સ્કીમ હેઠળ 10 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ ફક્ત એક હજાર રૂપિયાનું રોકાણ કરીને પણ ખાતું ખોલાવી શકાય છે.

PF ધારકો માટે:  EPFO તેના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહ્યું છે. જો કોરોના મહામારી કે અન્ય કોઈ કારણસર નોકરી છૂટી જાય તો પણ PF, પેન્શન અને EDLIનો લાભ લઈ શકાય છે. દર મહિને ઓછામાં ઓછા 500 રૂપિયા અથવા આવકના 12 ટકા ફાળો આપીને તેનો લાભ લઈ શકશે. નાણાકીય વર્ષ 2020-21 માટે EPFOનો વ્યાજ દર 8.5 ટકા મળવાપાત્ર છે અને સાત લાખ સુધીનું વીમા કવચ પણ મળશે.

PM કિસાન 10મો હપ્તો: PM કિસાન સન્માન નિધિની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. જોકે મોદી સરકાર 15 ડિસેમ્બરથી તમારા ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો નાખશે. કેટલાક રાજ્યોની સરકારોએ Rft પર હસ્તાક્ષર કરી દીધાં છે હવે માત્ર કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

કોરોનાનો નવો વેરિયન્ટ: કોરોના વાયરસના સૌથી ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં દસ્તક દઇ ચૂક્યો છે. દેશમાં બે લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. ચિંતાની વાત એ છે કે, ડેલ્ટા વેરિઅન્ટ જેણે બીજી વેવમાં હજારો લોકોના જીવ લીધા, આ વાયરસ તેના કરતા અનેક ગણો વધુ ખતરનાક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ નવા કોરોના પ્રકારને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક પ્રકાર' ગણાવ્યો છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.