PF ધારકો માટે કાલે છેલ્લો દિવસ: UAN અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જો આ તારીખ સુધીમાં આધારકાર્ડ લિંક નહીં કરો તો PF ગ્રાહકના ખાતામાં જમા થવાનું બંધ થઈ જશે. આ ઉપરાંત ગ્રાહકો તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. EPFOએ UAN-આધાર લિંક કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર 2021 સુધી લંબાવી છે. ત્યારબાદ આ તારીખ લંબાવવાની કોઈ શક્યતા નથી.
પેન્શનરો માટે કાલે છેલ્લો દિવસ: પેન્શનરોએ પેન્શન ચાલુ રાખવા બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકીય સંસ્થામાં દર વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરાવવાનું હોય છે. આ વખતે જીવનપ્રમાણ પત્ર રજૂ કરાવવાનો સમય 1 ઓક્ટોબર 2021 થી 30 નવેમ્બર 2021 રાખવામાં આવ્યો છે.
જવાહર નવોદય વિદ્યાલયમાં અરજી: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 9 માં પ્રવેશ માટેની પરીક્ષા 30 એપ્રિલ 2022 ના રોજ લેવામાં આવશે અને આ માટેની અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2021 છે. નવોદય વિદ્યાલય સમિતિ (NVS) ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જઈને ઓનલાઈન અરજી ભરો અને તમારા બાળકને આ સારી શાળાઓમાં અભ્યાસ કરવા માટે પ્રભાવિત કરો. આ માટે તમારે 30મી નવેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહશે.
ગ્રામપંચાયતની ચૂંટણી: ચૂંટણીપંચે ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર કર્યા બાદ આજથી વિધીવત ચૂંટણી પ્રક્રિયા ની કાર્યવાહી શરૂ કરી. આજે જિલ્લા ચૂંટણી અધિકારી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને સાથે જ ગામોમાં ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો માટે ફોર્મ ભરવાનું પણ આજથી શરૂ થઈ ગયું છે. 4 ડિસેમ્બર સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 19 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 21 ડિસેમ્બરે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થઈ જશે.
સરનામાના ઝંઝટમાંથી મુક્તિ: હવે દેશના દરેક ઘરને યુનિક ડિજિટલ કોડ મળશે. હવે તમારા મકાનને 12 ડિજિટનો ડિજિટલ એડ્રેસ કોડ આપી દેવામાં આવશે, જે સેટેલાઇટ દ્વારા તમારા ઘરનું પાક્કું લોકેશન જણાવશે. હવેથી એમેઝોન કે ફ્લિપકાર્ટનો સામાન મંગાવવા એડ્રેસ લખવાની કોઈ કોઈ ઝંઝટ નહીં રહે.
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.