khissu

1 જુલાઈ થી થઈ રહ્યા છે આ 5 મોટાં ફેરફાર, તમારાં ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો

દર મહિનાની પહેલી તારીખે ઘણા બધા બદલાવો થતા હોય છે, તેવી જ રીતે જુલાઈ મહિનામાં પણ બેંક, વાહનને લઈને મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેમની માહિતી જાણીશું આજના આ આર્ટીકલમાં...

1) 01 જુલાઈ, 2023થી ઈલેક્ટ્રોનિક વાહનોના નવા દરમાં વધારો થશે. ઉદ્યોગ મંત્રાલયે FAME-II સબસિડીની રકમને સુધારીને રૂ. 10000 પ્રતિ kWh કરી છે, જે અગાઉ રૂ. 15000 પ્રતિ kWh હતી. જે સબસિડી ઘટાડવાના કારણે મોટા ભાગના ઈલેક્ટ્રિક વાહનો લગભગ 25000 રૂપિયાથી 35000 રૂપિયા સુધી મોંઘા થઈ શકે છે.

2) ભારતમાં હવે નબળી ગુણવત્તાના બુટ અને ચપ્પલનું વેચાણ થશે નહીં.
1 જુલાઈ, 2023થી ભારતમાં નબળી ગુણવત્તાના ફૂટવેરના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે ફૂટવેર એકમોને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)ના ધારાધોરણોના પાલનમાં ગુણવત્તા નિયંત્રણ આદેશ (QCO) લાગુ કરવા આદેશ આપ્યો છે. સરકારના આ આદેશ બાદ દેશમાં નબળી ગુણવત્તાના ફૂટવેરનું ઉત્પાદન અને વેચાણ બંને બંધ થઈ જશે. જે નિર્ણય 1 તારીખથી લાગુ પડશે.

3) નવા વાહનો માટે RTOનાં નિયમો બદલાશે. 
આવતા મહિનાથી એટલે કે 1 જુલાઈ થી RTOને બદલે શો-રૂમમાંથી નંબર પ્લેટ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. તમામ વાહનો એટલે કે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, 7. 5 ટનથી ઓછી ક્ષમતાવાળા માલસામાન, ટ્રેક્ટર અને અન્ય સાધનો પર આ નવો નિયમ લાગુ કરવામાં આવશે. 

નિયમ લાગુ પડ્યા પછી ગુજરાતમાં નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે, જે મુજબ 1 જુલાઈથી નંબર પ્લેટ વિનાના વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. નંબર પ્લેટ વિનાના વાહનોને મોટો દંડ ફટકારવામાં આવશે. એટલે કે 1 જુલાઈ બાદ 'Applied For Registration' નું સ્ટિકર લાગેલું હશે તો પણ દંડ ફટકારવામાં આવશે. આમ વાહનો માટે નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. 

4) જુલાઈ મહિનામાં પાંચ નહીં દસ નહીં પરંતુ શનિવાર અને રવિવારની રજા સહિત 15 દિવસ સુધી બેંકો બંધ રહેવાની છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે લિસ્ટ જાહેર કર્યું છે. તમારે બેંકનું કામ હોય તો વહેલી તકે આ લિસ્ટ ચેક કરી લેજો.

5) 01 જુલાઈ, 2023થી PNG, CNG નવાં ભાવો જાહેર કરવામાં આવશે. ગેસ સિલિન્ડરના પણ નવા ભાવો જાહેર કરવામાં આવશે. હાલમાં 1120 આજુબાજુ રાંધણ ગેસનો બાટલો  ગુજરાતમાં મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટતા ભાવ ઘટવાની સંભાવના છે.