khissu

ગુજરાત સહિત 11 રાજ્યોમાં 5 દિવસ નું મિની લોકડાઉન: સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે ભારત દેશની વાત કરવામાં આવે તો એમાં પણ ગયા વર્ષ કરતા આ વર્ષે રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે એક દિવસના એક લાખથી પણ વધારે કોરોના ના કેસો ભારત દેશમાં હાલમાં આવી રહ્યા છે.  જ્યારે ભારત દેશના ૧૧ રાજ્યોમાં કોરોના ની પરિસ્થિતિ દિન-પ્રતિદિન બગડતી જાય છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આરોગ્ય સરકારે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંગળવારે વાતચીત કરી હતી. 

મિની લોકડાઉનને લઈને શું છે માહિતી? : ગુજરાત સહિત 11 રાજ્યોમાં આવી શકે છે 5 દિવસનું મિની લોકડાઉન: સરકારે લઈ લીધો છે મોટો નિર્ણય: સૂત્રો ના માધ્યમથી મળતી માહિતી. 

આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને ગુુજરાત  સહિત ૧૧ રાજ્યમાં બેઠક કરી તેમાં તેમને 5 દિવસ નું લોકડાઉન કરવાની તૈયારી કરવા આવે તેવું કહી દીધું હતું. દેશમાં કોરોનાના વધતા કેસો વચ્ચે નરેન્દ્ર મોદીજી આજે ( 8 એપ્રિલના રોજ) તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં મોદીજી દેશનાં જે રાજ્યોમાં કોરોનાના કેસો સૌથી વધારે છે એવા ૧૧ રાજ્યોમાં પાંચ દિવસ નું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરશે એવું સુત્રોનું કહેવું છે. જાણી લઈએ 11  રાજ્યો ક્યાં-ક્યાં છે? ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય. 
હવે ગુડી પડુવો - ચેટી ચાંદની 13 એપ્રિલે રજા, જ્યારે ૧૪ એપ્રિલે ડો. બાબાસાહેબ આંબેડકર જંયંતિની રજા છે તો સોમવારે કામનો દિવસ છે તેથી સોમવારે ને સાથે લઈને પાંચ દિવસનું લોકડાઉન લાદી દેવાય તો આ રાજ્યમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવામાં મોટી મદદ મળશે. એવો અભિપ્રાય આરોગ્ય નિષ્ણાતોએ આપ્યો . મોદીજી આ મત સાથે સંમત છે તેથી જે રાજ્યોના મુખ્યમંત્રીઓ આ વાત સાથે સંમત થશે તેે  આ રાજ્યમાં નિર્ણય લેવામાં આવશે.

હાલ આ માહિતી સૂત્રોના માધ્યમથી મળી રહી છે ઓફિશ્યલી જાહેરાત ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજી દ્વારા આજે કરવામાં આવશે. 

હાઇ કોર્ટેના આદેશો બાદ ગુજરાત સરકાર દ્વારા 20 જિલ્લામાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. સરકાર દ્વારા કોરોના રોકવા હાલ ઘણાં પ્રયત્નો ચાલી રહ્યા છે. છતાં કોરોના કાબુમાં આવતો નથી. આગામી દિવસોમાં હજી પણ કડક કાયદા અને નિર્ણયો આવી શકે છે.