આજના 5 મોટા સમાચાર: PF ખાતામાં પૈસા ટ્રાન્સફર, LRD તારીખ, ઓમિક્રોન વાયરસ, CNG, હવામાન વિભાગ વગેરે

ઓમિક્રોન વાયરસ: દેશમાં ઓમિક્રોન વાયરસના 23 કેસ નોંધાઈ ચૂક્યાં છે ત્યારે મેદાન્તાના ચેરમેન ડો.ત્રેહને અનુમાન લગાવ્યું છે કે આ વાયરસ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી ફેલાઈ રહ્યો છે, પરંતુ તેના કોઈ પુરાવા નથી. જો આપણે 'સૂત્રોના મોડલ'થી જોઈએ નવો વેરિએન્ટ જાન્યુઆરીના પહેલા કે બીજા સપ્તાહમાં ટોચ પર આવશે. જો કે, તે કેટલી ઉંચી જશે, તે આપણા વર્તન પર નિર્ભર કરે છે. એવી પણ શક્યતાઓ છે કે આ લહેર ફેબ્રુઆરી સુધીમાં ખતમ થઈ જશે.

PF ધારકો પૈસા જમા: નરેન્દ્ર મોદી સરકારે અત્યાર સુધીમાં 22.55 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. EPFOએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે અત્યાર સુધીમાં તેણે નાણાકીય વર્ષ 2020-21માં 8.50 ટકાના દરે 22.55 કરોડ લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે.

CNGના ભાવમાં વધારો: કોરોનામાં દહેશત વચ્ચે રાજ્યમાં CNG વાહન ચાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. કેમ કે અદાણી ગેસે ફરી CNG ભાવમાં વધારો કર્યો છે. અદાણી CNGમાં પ્રતિ કિલોએ 75 પૈસાનો વધારો થતા હવે નવો ભાવ પ્રતિ કિલોએ 65.74 રૂપિયા થયો છે.

હવામાન વિભાગની માહિતી: હવામાન વિભાગની આગાહીના મતે આગામી 10 ડિસેમ્બર બાદ ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે. કચ્છના નલિયાનું સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો આવવાથી વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

LRD પરીક્ષા તારીખ: ગુજરાતમાં LRD, PSIની તૈયારી કરનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. DGP હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, તારીખ 3 અને 4 ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવી હતી. તે કસોટી હવે તારીખ 12 ડિસેમ્બરને રવિવારના રોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર આપવામાં આવશે. ઉમેદવારે અગાઉ થયેલા કોલ લેટર સાથે સવારે 6 કલાકે હાજર રહેવું પડશે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.