આજની 6 મોટી અપડેટ: વિજળી બિલ સબસિડી, ઇલેક્ટ્રિક વાહન, PM કિસાન હપ્તો, કોરોના સહાય, કપાસનો ભાવ વગેરે

વીજળી બિલ સબસિડી: કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવું વીજળી બિલ લાવશે. નવા વીજ બિલના ડ્રાફ્ટ અને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તેને 29 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આમાં પહેલો મોટો ફેરફાર એ છે કે સરકાર હવે વીજ કંપનીઓને સબસિડી નહીં આપે પરંતુ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર કરશે.

ડિઝલ વાહન ઇલેક્ટ્રિક વાહનમાં ફેરવાશે: સરકાર વહેલીતકે વાયુ પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે ઝડપથી કામ કરી રહી છે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે 10 વર્ષ જૂના ડીઝલ વાહનોનો ઉપયોગ કરવાનો રસ્તો સાફ કરી દીધો છે. જો તમારું ડીઝલ વાહન તમને અનુકૂળ આવે, તો તેને ઇલેક્ટ્રિક એન્જિનમાં રૂપાંતરિત કરી શકો છો અને આ ઈલેક્ટ્રિક કિટ લગાવ્યાના 10 વર્ષ પછી પણ વાહન માલિકો દિલ્હીમાં તેમના વાહનો ચલાવી શકશે.

માત્ર 10 દિવસમાં સહાય મળશે: ગુજરાત સરકારે આદેશ જારી કરીને કોરોનામાં મૃત્યુ પામેલાના વારસદારને અરજીના માત્ર 10 દિવસમાં જ સહાયની ચુકવણી કરવાની સૂચના આપી છે. આ આદેશની સાથે એક ફોર્મ પણ ઈસ્યુ થયું હતું. આ ફોર્મમાં મંગાવાયેલી વિગતો મેળવીને 10 દિવસમાં સહાયની ચુકવણી કરાશે.

ટામેટાના ભાવ આસમાને: ટામેટાની કિંમતમાં રોજ-બરોજ વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો છે. જે અનુસાર આવનારા 2 મહિના સુધી ટમેટાના ભાવ ઘટશે નહીં. વધુ વરસાદના કારણે વાવણી બરબાદ થઈ છે જેથી દેશમાં શાકભાજીની કિંમતમાં વધારો થયો છે. આ વધારો આવતા બે મહિના સુધી જોવા મળશે.

કપાસના ભાવમાં ઉછાળો: કોરોના કાળમાં ખેડૂતોને અનેક રીતે નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ અને ઉપરથી તોય તે વાવાઝોડાએ રહી સહી કસર પુરી કરીને ખેડૂતોને દુખી કરી દીધા છે. પરંતુ આ નિરાશાજનક વાતાવરણમાં ખેડૂતો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસનો ભાવ 1780 પર પહોચ્યો છે. જ્યારે દરેક માર્કેટયાર્ડમાં આ ભાવ 1650 ઉપર રહ્યો છે.

PM કિસાનનો 10મો હપ્તો: વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી રહ્યો છે. લાંબા સમયથી 10માં હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં ડિસેમ્બરમાં 2000 રૂપિયા આવી જશે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં આ યોજના હેઠળ 9 હપ્તા આવી ચૂક્યા છે. 15 ડિસેમ્બર સુધીમાં સરકાર 10મા હપ્તાના પૈસા પણ મોકલી શકે છે.
 

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.