આજની 6 મોટી અપડેટ: તર્કશ એપ્લિકેશન,પામ તેલ ઘટાડો, બાક્સની કિંમત ડબલ, LRD પરીક્ષા મોકૂફ, જવાદ વાવાઝોડું વગેરે

ટાઉન પ્લાનિંગ સ્કીમ: CM ભૂપેન્દ્ર પટેલે મહત્વનું પગલું ઉઠાવતા અમદાવાદની 5 ડ્રાફ્ટ TP સ્કીમ, ભાવનગર અને રાજકોટની 1-1 ડ્રાફ્ટ TP સ્કીમ, પાટણની એક પ્રિલિમિનરી TP સ્કીમને મંજૂરી આપી દીધી છે. આ સ્કીમ અંતર્ગત સુઆયોજિત વિકાસ સુનિશ્ચિત કરવા અને રસ્તા, પાણી, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓ અને શાળાઓ, રમતના મેદાનો, આરોગ્યસંભાળ કેન્દ્રો વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.

તર્કશ મોબાઈલ એપ્લિકેશન: ગુજરાતમાં ભવિષ્યમાં ચોરી-અન્યાય કે કોઇ પણ ગુના માટે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનના ઘક્કા ખાવાની જરૂર નહીં પડે. અમદાવાદ પોલીસે આના માટે "તર્કશ મોબાઇલ એપ" તૈયાર કરી છે. જેના માધ્યમથી નાગરિકો સીધી ગુનાની ફરિયાદ નોંધાવી શકશે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ તર્કશ એપ્લીકેશન સહિતની આધુનિક સુવિધા ધરાવતા ભવનનું ઉદ્ઘઘાટન કરતા આ માહિતી આપી હતી.

પામ ઓઇલની કિંમતમાં ઘટાડો: ભારતીય પામ ઓઈલની આયાતમાં મોટો ઘટાડો કર્યો છે. આ કારણે એક મહિનામાં તેની કિંમતમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ઠંડીની મોસમમાં તેનો સ્થાનિક વપરાશ ઘટે છે, જેના કારણે આયાતમાં ઘટાડો થયો છે. તે જ સમયે, પામ તેલની આયાત ફેબ્રુઆરીમાં ફરી તેજી કરશે. હાલમાં, ભારતીય ખાદ્ય તેલ રિફાઇનરીએ સોયા અને સૂર્યમુખી તેલની ખરીદીમાં વધારો કર્યો છે.

માચીસ બોક્સની કિંમતમાં વધારો: 1 ડિસેમ્બરથી બાકસની કિંમત 1 રૂપિયાથી વધીને 2 રૂપિયા એટલે કે બમણી થઈ ગઈ છે. અગાઉ 2007માં મેચ બોક્સની કિંમત 50 પૈસાથી વધારીને 1 રૂપિયો કરવામાં આવી હતી અને છેક 14 વર્ષ પછી ફરીથી તેની કિંમતમાં વધારો કર્યો છે. જોકે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાને કારણે શિવકાશીમાં ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ માચીસે કિંમત વધારવાનો નિર્ણય લીધો છે.

LRDની પરીક્ષા મોકૂફ: LRDની શારીરિક પરીક્ષા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર થઈ છે. 3 અને 4 ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષા હાલમાં મોકુફ રખાય છે. ભરૂચ અને વાવ સુરત ખાતે યોજાનારી પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની આગામી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે.

હવામાન વિભાગની આગાહી: અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે. અમદાવાદ-સુરતમાં અલમોડા અને શિમલા જેવું વાતાવરણ જોવા મળ્યું છે. સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ભેજવાળું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.