7 મોટી માહિતી: નવી વેક્સિન, રેલવે ખુશખબર, lrd ભરતી, હવામાન આગાહી, ખાદ્યતેલ ભાવ વધારો વગેરે

7 મોટી માહિતી: નવી વેક્સિન, રેલવે ખુશખબર, lrd ભરતી, હવામાન આગાહી, ખાદ્યતેલ ભાવ વધારો વગેરે

15 વર્ષથી જુના વાહનોને કરાશે સ્ક્રેપ: દિલ્લી તથા હરિયાણામાં પ્રદુષણ ચરમ સીમા પર છે તથા હવે જાનલેવા રૂપ લઇ ચુક્યું છે. 15 વર્ષથી જુના તમામ વાહનોને સ્ક્રેપ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. દિલ્લી તથા હરિયાણામાં આ કાયદો અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. પ્રદુષણ પર કાબૂ મેળવવા માટે સરકારે કડક નિર્ણયો કર્યા છે. જેમાં 14 વર્ષથી જુના તમામ વાહનો પછી એ પેટ્રોલ હોય કે ડિઝલ તો પણ જપ્ત કરી લઈ સ્ક્રેપ કરી નાખવામાં આવશે.

બાળકો માટે વધુ એક વેક્સિનની મંજૂરી: દેશમાં કોરોનાની વધુ એક વેક્સિન આવી છે. DCGIએ 12થી 18 વર્ષની વય જૂથના લોકો માટે બાયોલોજિકલ ઈની કોરોનાની કોર્બેવેક્સ વેક્સિનને ફાઈનલ મંજૂરી આપી દીધી છે. કોર્બેવેક્સ બનાવનાર કંપની બાયોલોજિકલ ઈએ એવી જાહેરાત કરી કે 12થી 18 વર્ષની વય જૂથના લોકો માટે તેની કોર્બેવેક્સ વેક્સિનને સરકાર તરફથી ફાઈનલ મંજૂરી મળી ગઈ છે.

રેલવે મુસાફરો: ગુડન્યૂઝ: રેલવેમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ગુડન્યૂઝ આવી ગયાં છે. હવે પ્રવાસીઓેએ ટિકિટ માટે પરેશાન થવાની કોઈ જરૂર નથી. રેલવેએ તત્કાલ ટિકિટ માટે હવે કન્ફર્મ ટિકિટ નામની એક નવી એપ લોન્ચ કરી છે. જેમાં ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ ઘરે બેઠાં સરળતાથી મળી જશે તેમજ સંબંધિત રૂટ પર ચાલનારી બધી ટ્રેનોમાં બાકી રહેલી તત્કાલ ટિકિટની જાણકારી મળી જશે.

LRD ભરતી પરિણામ જાહેર: ગુજરાતમાં હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે. જેની શારીરિક કસોટી 29મી જાન્યુઆરી 2022એ જ પૂર્ણ થઈ છે. ત્યારે હવે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં 2.94 લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા છે. 6.56 ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી. LRD ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે.

ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી: હવામાનને લઈને એક સારા સમાચાર આવ્યા છે. સ્કાઈમેટ વેધર તરફથી 2022 માટે જાહેર કરવામાં આવેલા પ્રારંભિક પૂર્વાનુમાન મુજબ છેલ્લા કેટલાય વર્ષોની માફક આ વર્ષે પણ દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેશે. વરસાદ 96થી 104 ટકા રહી શકે છે. સ્કાઈમેટ વેધરનું હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તન વિભાગના અધ્યક્ષ જીપી શર્માએ કહ્યું કે, ચાર મહિનાના લાંબા ચોમાસા દરમિયાન મોટા ઉતાર-ચડાવ જોવા મળશે. આગામી એપ્રિલમાં આ બાબતે વિસ્તૃત રિપોર્ટ જાહેર કરવામાં આવશે.

રખડતાં ઢોરોનો ત્રાસ: રાજ્યમાં રખડતા ઢોરને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત અકસ્માત સર્જાય છે અને લોકો જીવ ગુમાવે છે. હવે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેને લઈને કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, AMC અને ઔડાને નોટિસ ફટકારી છે જેથી ગુજરાત સરકારે કહ્યું કે રખડતા ઢોરના ત્રાસને દુર કરવા જલ્દી કાયદો અમલમાં લવાશે.

ખાદ્યતેલના ભાવમાં વધારો: મધ્યમ વર્ગની મુશ્કેલીઓમાં એક બાદ એક વદારો થતો જોવા મળી રહ્યો છે. કોરોના મહામારીમાં પડેલા આર્થિક સંકટના મારમાંથી હજુ તો જનતા માંડ બહાર આવી રહી હતી. ત્યાં હવે મધ્યમ વર્ગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. સિંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો છે. તો એક જ દિવસમાં પામોલીન તેલમાં પણ 30 રૂપિયાનો વધારો થયો છે. તો કપાસિયા તેલમાં પણ 20 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.