khissu

1 October/ ઓક્ટોબર મહિનાથી બદલાઈ જશે આ નિયમો તમારા ખિસ્સા પર અસર થાય તે પહેલાં જાણી લો

કોરોના કાળમાં ઓક્ટોબર મહિનો ટૂંક સમયમાં દસ્તક આપવા જઈ રહ્યો છે. આ તહેવારનો મહિનો છે પણ તેની સાથે ઘણા ફેરફારો લાવી રહ્યો છે. આમાંના ઘણા ફેરફારો એવા છે જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે. કેટલીક વસ્તુઓ સસ્તી થશે અને કેટલીક વસ્તુઓ મોંઘી થવાની છે. સાથોસાથ અમુક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. તો શું છે ફેરફાર ? ફટાફટ જાણી લઈએ.

જૂની ચેકબુક ચાલશે નહીં: 1 ઓક્ટોબરથી ત્રણ બેન્કોની ચેકબુક અને MICR કોડ અમાન્ય થઈ જશે. જેમાં ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા અને અલ્હાબાદ બેન્ક છે. આ ત્રણેય બેન્કો અન્ય બેંકમાં મર્જ થઈ ગઈ છે. બેંકોના મર્જર સાથે ખાતાધારકનો એકાઉન્ટ નંબર, IFSC અને MICR કોડ બદલાશે. જેથી 1 ઓક્ટોબરથી બેન્કિંગ સિસ્ટમ જૂની ચેકબુકને માન્ય ગણાશે નહિ.

ગેસ સિલિન્ડરનાં ભાવ બદલાશે: એલપીજી અને કોમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. 1 ઓક્ટોબરથી એલપીજી સિલિન્ડરની કિંમત બદલાશે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા સબસિડી વગરના LPG સિલિન્ડર 834.50 રૂપિયાથી વધીને 859.50 રૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં તેની કિંમત 861 રૂપિયાથી વધીને 886 રૂપિયા, મુંબઈમાં 834.50 રૂપિયાથી વધીને 859.50 રૂપિયા અને ચેન્નઈમાં 850.50 રૂપિયાથી વધીને 875.50 રૂપિયા થઈ ગઈ છે.

New Wage Code લાગુ: નોકરી કરતા લોકો માટે ઓક્ટોબર મહિનાથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. મોદી સરકાર 1 ઓક્ટોબરથી new wage code (નવા વેતન કોડ) ના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. જો આ નિયમ લાગુ થશે તો ઓફિસકા કામ કરવાનો સમય વધશે. આ new wage code અનુસાર, તમારે 12 કલાક કામ કરવું પડશે. પરંતુ કંપનીએ તેના કર્મચારીઓને અઠવાડિયામાં 3 દિવસની રજા આપવી પડશે. આ નવા ફેરફાર ની અસર ઇન-હેન્ડ સેલેરી પર પણ જોવા મળશે. 

ટ્રેડિંગ એકાઉન્ટમાં ફેરફાર: નવો નિયમ ડેમેટ એકાઉન્ટ કેવાયસી કરાવવાનો છે. સેબીએ કહ્યું છે કે ડિમેટ એકાઉન્ટના કેવાયસીની જરૂર પડશે. જુલાઈમાં સેબીએ કહ્યું હતું કે ડિમેટ એકાઉન્ટની કેવાયસી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. સેબીએ કહ્યું છે કે વેપારીઓએ ડિમેટ એકાઉન્ટની સાથે તેમના નામ, સરનામું, પાન, માન્ય મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને આવક ની રેન્જ વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડવી પડશે. જો તમે કેવાયસી ન કરાવો તો ડેમટ એકાઉન્ટ બંધ થઈ શકે છે. જો કેવાયસી ન હોય તો ડિમેટ એકાઉન્ટમાંથી શેરનું ટ્રાન્સફર પૂર્ણ નહીં થાય. તમે શેર પણ ખરીદી શકશો નહીં.

આ નિયમ ફૂડ બિઝનેસ ઓપરેટરો માટે લાગુ થઈ રહ્યો છે: FSSAI એટલે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રેસ્ટોરન્ટ અને ઢાબાનાં માલિકો માટે આગામી 1 ઓક્ટોબરથી FSSAI લાઇસન્સ નંબર અથવા ફૂડ બિલ પર નોંધણી નંબર દાખલ કરવો ફરજિયાત બનાવ્યો છે. જે રેસ્ટોરન્ટ માલિક વીસ લાખથી વધુનો બિઝનેસ ધરાવે છે, લાયસન્સ અને જેમનો વીસ લાખ રૂપિયાથી ઓછો બિઝનેસ છે, તેમના બિલ પર રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

No Auto Debit: આરબીઆઈની નવી ગાઈડલાઈન અનુસાર, ગ્રાહકોએ ઓટો ડેબિટ માટે પહેલા મંજુરી આપવી પડશે. ઉદાહરણ તરીકે, જો તમારા ખાતામાંથી કોઈપણ EMI, મોબાઈલ બિલ, લાઇટ બિલનાં પેમેન્ટ ઓટો ડેબિટ થાય છે, તો પહેલા તમારે પેમેન્ટ માટે મંજૂરી આપવી પડશે. આ પછી જ ટ્રાન્ઝેક્શન અપડેટ થશે, આ માટે તમારે તમારો મોબાઈલ નંબર પણ દરેક જગ્યાએ અપડેટ કરવો પડશે. આ સમગ્ર પ્રોસેસ ઓટીપી દ્વારા કરવામાં આવશે. ઓટો ડેબિટ માટે તમારે હવે ઓટીપી આપવો પડશે ત્યાર બાદ જ બિલનું પેમેન્ટ થશે.

પેન્શનરો માટે નવો ફેરફાર: 1 ઓક્ટોબર, 2021 થી પેન્શનનો વિશેષ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. તેનું પાલન કરવું જરૂરી રહેશે, અન્યથા પેન્શનની રકમ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. આ નવો ફેરફાર ડિજિટલ જીવન પ્રમાણપત્ર સાથે સંબંધિત છે. હવે આ પ્રમાણપત્ર જીવન પ્રમાન સેન્ટર એટલે કે દેશની તમામ મુખ્ય પોસ્ટ ઓફિસોના જેપીસીમાં જમા કરાવી શકાશે. પેન્શનરો કે જેમની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે, તેઓ 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2021 સુધી જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકશે. 80 વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો 1 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર રજૂ કરી શકશે.

સ્વચ્છ ભારત મિશન:  કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપી છે કે ગાંધી જયંતીના અમૃત મહોત્સવ પ્રસંગે 1 થી 31 ઓક્ટોબર સુધી દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવશે. સ્વચ્છ ભારત અભિયાન વિશ્વનું સૌથી મોટું અભિયાન હશે. અગાઉ તેમણે કહ્યું હતું કે આ અભિયાન હેઠળ દરેક ગામ અને જિલ્લામાંથી કચરો એકત્ર કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દરેક ગામમાંથી 30 કિલો અને જિલ્લામાંથી 10080 કિલો કચરો દૂર કરવામાં આવશે. આટલા મોટા પાયે કચરો દૂર કરવામાં આવે તો સ્વચ્છતાનું એક અલગ ચિત્ર જોવા મળશે, જેમાં જિલ્લા નાયબ કમિશનરોની વિશેષ ભૂમિકા રહેશે.

પ્રાઇવેટ દારૂની દુકાનો બંધ: દિલ્હીમાં 1લી ઓક્ટોબરથી પ્રાઇવેટ દારૂની દુકાનો બંધ થઈ જશે. 16 નવેમ્બર સુધી દારૂ ફકત સરકારી દુકાનોમાં જ વેચવામાં આવશે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે નવી એક્સાઈઝ પોલિસી હેઠળ રાજધાનીને 32 ઝોનમાં વહેંચીને લાઈસન્સની ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવી છે. હવે 17 નવેમ્બરથી દુકાનો નવી નીતિ હેઠળ જ ખુલશે.

Flipkart Big Billion Sale : ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ભારતમાં 7 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 ઓક્ટોબર સુધી છ દિવસની ખરીદી રહેશે.  હંમેશની જેમ, ફ્લિપકાર્ટ પ્લસના સભ્યોને ફ્લિપકાર્ટ સેલમાં અર્લી એક્સિસ મળશે.  બિગ બિલિયન ડેઝ સેલ દરમિયાન, ગ્રાહકોને ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તેમજ એક્સિસ બેંક કાર્ડ્સ પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.  ફ્લિપકાર્ટે ડિજિટલ વોલેટનો ઉપયોગ કરીને પેમેન્ટ કરનારા ગ્રાહકો માટે પેટીએમ કેશબેક ઓફર પણ જાહેર કરી છે.