khissu

8 મોટી માહિતી: મફતમાં સર્જરી, LPG સિલિન્ડર ભાવ વધ્યાં, વેક્સિન સર્ટિફિકેટ, મફતમાં ડસ્ટબીન વગેરે

વડોદરાથી જયપુર એરલાઈન્સ શરૂ: વડોદરા જયપુર ફ્લાઈટની આજથી થઈ શરૂઆત થઇ છે. જયપુર થી વડોદરા માટેની ઈન્ડીગોની ફ્લાઈટ શરુ કરવામાં આવી છે. ઈન્ડીગો એરલાઈન્સ ના ATR 72-500 એરક્રાફ્ટ ની શરૂઆત થતા વડોદરાના મુસાફરોને સીધી રાજસ્થાન સાથેની કનેક્ટીવીટી મળી છે. માત્ર 72 પેસેન્જર ની ક્ષમતાવાળા એરક્રાફ્ટ ઉડાન ભરી રહ્યું છે. વડોદરા એરપોર્ટ ઓથોરીટી દ્વારા વોટર કેનોન સેલ્યુટ આપવામા આવ્યુ હતું.

મફ્તમાં બે ડસ્ટબીન મળશે: અમદાવાદના શહેરીજનો માટે આજે પણ ઘરના કચરાનો સમયસર નિકાલ થવો એ મોટી સમસ્યા છે. મ્યુનિ. તિજોરીમાંથી દર વર્ષે કરોડો રૂપિયા ઘેર ઘેરથી કચરો એકઠો કરવા પાછળ ખર્ચાઈ રહ્યા છે. તેમાંય સૂકો અને ભીનો કચરો અલગ કરવાના મામલે તો આજેય લોલમલોલ ચાલે છે ત્યારે આગામી તા. 1 જૂન સુધીમાં શહેરનાં તમામ ઘરને મફતમાં બે-બે ડસ્ટબિન ફાળવવાની દિશામાં શહેરના શાસકોએ કવાયત આરંભી છે.

હવે આયુષ્યમાન કાર્ડથી સર્જરી પણ થશે: કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત રાષ્ટ્રીય જન સ્વાસ્થ્ય વીમા યોજનાના લાભાર્થીઓને હવે સર્જરીનો વિકલ્પ આપ્યો છે,સર્જરી વિકલ્પ હેઠળ લાભાર્થીઓને 5 લાખની મર્યાદા સુધીની સહાય મળશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મોટી સંખ્યામાં વિવિધ મેડિકલ પ્રક્રિયાઓને આવરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં દર્દીઓએ સર્જરી અથવા સારવાર કરાવવી પડે છે જે હેલ્થ બેનિફિટ પેકેજ હેઠળ આવતી નથી. થાય છે. આવા કિસ્સાઓમાં, દર્દીઓ પોતાને અસ્પષ્ટ સર્જિકલ પ્રક્રિયા કેટેગરી હેઠળ નોંધણી કરાવી શકે છે.

કોરોના નિયંત્રણો હટાવ્યા: ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો આવતા ગુજરાત સરકારે લોકોને મોટી રાહત આપી છે. કોરોનાને લઈને મુકાયેલા તમામ નિયંત્રણો હટાવી દેવામાં આવ્યા છે. લગ્ન, સામાજિક, ધાર્મિક અને રાજકીય સમારંભમાં ભેગા થવા ઉપર કોઇ જ મર્યાદા રાખવામાં આવી નથી. જોકે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સાર્વજનિક સ્થળોએ થૂંકવા પર દંડ જેવા નિયમોનુ પાલન કરવું પડશે. આ નવું જાહેરનામું 31 માર્ચ સુધી રહેશે.

LPG સિલિન્ડરની કિંમતમાં વધારો: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે દેશમાં LPG સિલિન્ડરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગઈ કાલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં હવે 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડર 1907 રૂપિયાને બદલે 2012 રૂપિયામાં મળશે. જો કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, 7 માર્ચ પછી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતો પણ વધી શકે છે.

ભારત સરકારનો મોટો નિર્ણય: હિટ એન્ડ રન કેસમાં પીડિતના પરિવારને અપાતું વળતર 1 એપ્રિલથી 8 ગણું વધારીને 2 લાખ રૂપિયા કરાયું છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી અપાઈ છે. જેમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12,500 થી વધારીને 50 હજાર રૂપિયા કરાઈ છે. આ યોજનાનું નામ 'હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ સ્કીમ 2022 ના પીડિતોને વળતર' હશે.

વેક્સિન સર્ટિફિકેટ હવે જરૂરી નહીં: કોવિડ વેક્સિન સર્ટીને લઈ સરકારનો મોટો નિર્ણય કર્યો છે.જેમાં  સરકારી કચેરીઓમાં પ્રવેશ માટે હવે વેક્સિન સર્ટી ફરજિયાત રહેશે નહીં. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો. સરકારની પુખ્ત વિચારણાને અંતે સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં પ્રવેશ અંગે હવે કોવિડ વેક્સિન સર્ટી મરજિયાત કરી દેવામાં આવ્યું છે.

અમૂલ દૂધની કિંમતો વધી: રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ગુજરાતમાં પણ હવે મોંઘવારીનો વિસ્ફોટ થયો છે. ગુજરાતની જાણીતી દૂધ કંપની અમુલે દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. 1 માર્ચથી સમગ્ર દેશમાં GCMMF દ્વારા આ ભાવ વધારો અમલી બનાવાશે. 1 માર્ચથી અમૂલની 500 ગ્રામની થેલી માં 1 રૂપિયાનો જ્યારે 1 લીટરની થેલીમાં 2 રૂપિયાનો વધારો થશે.