khissu

9.50% વ્યાજ ! FD કે રિટર્ન બોક્સ, કેટલા દિવસની ડિપોઝીટ પર મળશે આટલું વ્યાજ

જો તમે સુરક્ષિત રોકાણ ઈચ્છો છો, તો તમે બેંકમાં FD કરાવી શકો છો. સિક્યોરિટીની દ્રષ્ટિએ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એફડી રોકાણનો સૌથી લોકપ્રિય વિકલ્પ છે. પરંતુ ઓછા વ્યાજદરના કારણે લોકો તેમાં રસ ગુમાવી રહ્યા હતા. હવે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારા બાદ બેંકોએ પણ ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેના કારણે રોકાણકારોનો ટ્રેન્ડ ફરી એકવાર તેના તરફ વધી રહ્યો છે. આજે અમે ફરી એકવાર એવી બેંક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમને 9% સુધી વ્યાજ મળી શકે છે, જ્યારે વરિષ્ઠ નાગરિકોને 9.50% વ્યાજ મળશે. તો ચાલો જાણીએ તેના વિશે…

યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક એવી જ એક બેંક છે, જે સામાન્ય થાપણદારોને FD પર 9% સુધીનો વ્યાજ દર આપે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 50 bps વધારાનું વ્યાજ મળશે. જેનો અર્થ છે કે આ બેંકમાં વરિષ્ઠ નાગરિક ફિક્સ ડિપોઝીટ ખાતા ધારકને વાર્ષિક 9.50 ટકા સુધીનું વળતર મળી રહ્યું છે.

સામાન્ય જનતા માટે બેંક FD રિટર્ન
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, ખાનગી ધિરાણકર્તા બેંક 181-201 દિવસની મુદત માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.75 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે. 501 દિવસ માટે સામાન્ય ફિક્સ્ડ ડિપોઝિટ પર બેંક દ્વારા ઓફર કરવામાં આવતી FD દરો 8.75 ટકા છે. જો કે, 1001 દિવસના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર, યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક 9 ટકા ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દર ઓફર કરે છે.