વિચિત્ર ચહેરા સાથે જન્મેલા બાળકને માતા-પિતા એ છોડી દીધો હતો, આજે તે ક્યાં પહોંચી ગયો

વિચિત્ર ચહેરા સાથે જન્મેલા બાળકને માતા-પિતા એ છોડી દીધો હતો, આજે તે ક્યાં પહોંચી ગયો

ઘણા બાળકો જન્મતાથી જ ખોડખાપણ વાળું હોય છે જેમાં કોઈ બાળક અંધ જન્મે છે, કોઈ બહેરુ તો પછી કોઈ અન્ય ભાગ ખોડખાંપણ વાળો હોય છે એવા બાળકોને પણ તેના માતા-પિતા ખૂબ સારી રીતે ઉછેરતા હોય છે પરંતુ અમુક માતા-પિતા કે જેનામાં દિલ જ ના હોય એમ તેવા બાળકોને તરછોડી મુક્ત હોય છે.


આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક બાળક કે જે જન્મતાથી જ તેના ચહેરા પર હાડકું ન હતું તેથી તેના માતા-પિતાએ તેને ૩૬ કલાકમાં જ એડોપશન માટે આપી દીધો હતો. 


કેનેડામાં રહેતો જોનો લેન્ક્સટરને જન્મતાથી જ ચહેરા પર હાડકું ન હોવાના કારણે માતા-પિતાએ તેને છોડી મુક્યો હતો. લોકો તેનું મજાક પણ ઉડાવતા હતા. તેને પોતાની જિંદગી ખૂબ તણાવમાં પસાર કરી પરંતુ તેણે હાર માની નહીં.


જોનો લેન્કસ્ટરને રીફલેક્શન બાર ની અંદર નોકરી મળતા તેનો આત્મ વિશ્વાસ વધી ગયો અને પોતાની જાતને ફિટનેસ ક્ષેત્રમાં આગળ વધારવાનો નિર્ણય લીધો. આર્થિક રીતે સધ્ધર થવા તે ટેલિવિઝન માં પણ કામ કરવા લાગ્યો. આમ આજે તેનું પોતાનું એક ફોઉન્ડેશન છે અને તેને જીન્સ ફોર જીન્સ નો સપોર્ટ પણ મળે છે. જોનો લેન્કસ્ટરન દુનિયાભરની શાળાઓમાં ફરી જેનેટિક ડિસઓર્ડર થી પીડાતા લોકોની હિમતમાં વધારો કરે છે.