ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસન ને પ્રોત્સાહન આપવા માટે સોમનાથ ટ્રસ્ટ કાર્યરત થઈ છે અને પર્યટકોને આકર્ષિત કરે તેવા પ્રોજેક્ટ તૈયાર કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટમાં સૌથી આકર્ષિત સોમનાથના દરિયાની અંદર કાચની ટનલ છે જે પર્યટકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બનશે.
જ્યારથી આપણા વડાપ્રધાન નરેન્દ્રમોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ સોમનાથને વિસ્તૃત બનાવવા ૩૦૦ કરોડની ફાળવણી કરી છે. આ ૩૦૦ કરોડના ખર્ચે પ્રવાસનને વેગ મળે તે માટે ઘણા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. ત્રિવેણી દેવોત્સર્ગથી સમાકાંઠે, કેબલ બ્રિજ, વોટર સ્પોર્ટ્સ અને રેસ્ટોરન્ટ સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે. સોમનાથ ખાતે અદ્યતન બસ સ્ટેન્ડ પણ તૈયાર કરશે.
સોમનાથ યાત્રાધામને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયેલા સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દરિયામાં કાચની ટનલ છે. પર્યટકો આ કાચની ટનલમાં જઈને દરિયાઈ જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો બીજા તબક્કામાં પાર્કિંગ ડોમેટ્રી વચ્ચે થીમ આધારિત થીમ મ્યુઝિયમ બનશે જેમાં પશુ પક્ષી, વિવિધ સંપ્રદાય ધર્મ અને ૧૨ જ્યોતિર્લિંગના ઓડિયો વિસ્યુઅલનો પ્રોજેક્ટ હાથ ધરાશે.