ભાજપના એક ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકતા મહિલાઓએ ભારે હંગામો મચાવ્યો

ભાજપના એક ગ્રુપમાં અશ્લીલ ફોટો મુકતા મહિલાઓએ ભારે હંગામો મચાવ્યો

આજકાલ વોટ્સએપ્પ એક એવું માધ્યમ બની ગયું છે જેના સિવાય એક દિવસ પણ કામ ના થાય. લોકો એકબીજા સાથે નજીકતા લાવે છે. એવામાં ઘણા લોકો તેનો દુરુપયોગ પણ કરતા હોય છે. 


એવી જ એક ઘટના બની કે જેમાં ભાજપ નું એક ગ્રુપ હતું તેમાં પોર્ન સાઈટના નગ્ન ફોટા મુક્યા હતા. આ ગ્રુપમાં મહિલા કાર્યકરો પણ હતી જેણે આ બાબતે હલ્લો મચાવી દીધો.


રાજકોટના વોર્ડ નંબર 11 ના ભાજપ ના ગ્રુપમાં ટોટલ 180 સભ્યો છે જેમાં 15 મહિલા સભ્યો છે. આ ગ્રુપમાં એક મોટી ઉંમરના સદસ્ય ગોવિંદભાઈ વિરડીયાએ પોર્ન સાઈટના બે નગ્ન ફોટા મૂકી દીધા જે પછી મહિલાઓએ ભારે માથાકૂટ કરી હતી.


મહિલા સભ્યોએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે આવી હરકત થશે તો ભાજપની મહિલાઓ જ ભાજપના પુરુષોને મારશે. આ ઉપરાંત આવી ફોટો મુકનાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.


ત્યારબાદ ગ્રુપના એડમીન રાજુભાઇ બોરીચાએ આખા ગ્રુપની માફી માંગી ને ડીલીટ કરી દીઘું હતું. નગ્ન પોસ્ટ મુકનાર ગોવિદભાઈ વિરડીયા એ જણાવ્યું કે મારાથી ભૂલમાં પોસ્ટ થઈ ગઈ હતી, મેં ડીલીટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ના થઈ શકી.