khissu

આ બેંકની એક નવી પહેલ: ગ્રાહકો પોતે પસંદ કરી શકશે પોતાનો ખાતા (Account) નંબર, જાણો આ બેંકમાં તમારું ખાતુ તો નથી ને...

બેંકિંગ વ્યવસ્થામાં તમારો એકાઉન્ટ નંબર એક એવી વસ્તુ છે જે ખૂબ જરૂરી છે. પરંતુ તેને યાદ રાખવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે અને મોટાભાગના લોકોને તેમનો બેંક એકાઉન્ટ નંબર યાદ નથી હોતો. તેના કારણે ઘણી વાર તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે એવું નહિ થાય. થોડા સમયથી અમુક બેંકો તેમના ગ્રાહકોને પોતાની પસંદ મુજબ ખાતા નંબર સિલેક્ટ કરવાની તક આપી રહી છે. તમે તમારી પસંદગી અનુઆર ખાતા નંબર લઇ શકો છે.

આ સુવિધાથી એ લોકોને વધુ ફાયદો થશે જે લોકો લકી નંબર પર વિશ્વાસ કરે છે અને તેઓ પોતાના લકી નંબર અનુસાર બેંક એકાઉન્ટ નંબર પસંદ કરી શકશે. હાલ જન સ્મોલ ફાઇનાન્સ બેંક (Jana Small Finance Bank) પોતાના તમામ ગ્રાહકોને આ ખાસ સુવિધા આપી રહી છે. જેના કારણે બેંકના જૂના ગ્રાહકો અને નવા ગ્રાહકો પોતાની રીતે એકાઉન્ટ નંબર સિલેક્ટ કરી શકશે.

આ ખાસ સુવિધા શું છે?
આ ખાસ સુવિધા થી જન સ્મોલ ફાઇનાન્સ બેંકના નવા અને જુના ગ્રાહકો સેવીંગ અથવા કરંટ એકાઉન્ટ નંબરમાં તેમને ગમતો નંબર પસંદ કરી શકે છે. બેંકે આ ખાસ સુવિધાનું નામ ‘I choose my number’ રાખ્યું છે. ભારતમાં એવા ઘણા લોકો છે જે પોતાના લકી નંબર પર વિશ્વાસ રાખે છે. તે પોતાના લકી નંબર અનુસાર પોતાનો મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે અથવા તો વાહન પણ લકી નંબર અનુસાર લેતા છે. એવામાં આવા લોકો હવે  પોતાનો બેંક એકાઉન્ટ નંબર પણ પોતાના હિસાબથી લઇ શકશે.

તમારા નંબર ની પસંદગી કંઈ રીતે કરવી?
જન સ્મોલ ફાઇનાન્સ બેંકના ગ્રાહકો પોતાનો એકાઉન્ટ નંબર પોતાને પસંદ હોય તેવો નંબર લઈ શકશે. જો કે ઉલ્પલબ્ધતા નાં આધારે બેંક દ્વારા એકાઉન્ટ ની સંખ્યા આપવામાં આવશે અને બેંકનો જે નિર્ણય હોય તે અંતિમ નિર્ણય રહેશે. આ ખાસ સુવિધા અંગે બેંકના એમડી અને સીઈઓ અજય કંવલ એ કહ્યું હતું કે અમારું માનવું છે કે ગ્રાહકો ઈચ્છે છે કે બેંકિંગ સરળ અને વ્યક્તિગત થાય. આ નવું ફીચર જોડવાથી ગ્રાહકો ને બેંક સાથે જોડવામાં મદદ કરશે. 

જો તમે દર મહિને થતાં ખર્ચની બચત કરીને SIP તરીકે રોકાણ કરો છો તો તમને સારો લાભ થઈ શકે છે. SBI, HDFC, ICICI, BOB, PNB જેવી બેંકો 5.8 ટકા સુધી આ યોજનામાં વ્યાજ આપે છે. ઉત્કર્ષ જેવી ઘણી નાની બેંકો 8 ટકા આ યોજનામાં વ્યાજ આપે છે, જ્યારે જન સ્મોલ ફાઇનાન્સ બેંક 7 ટકા સુધી વ્યાજ આપે છે. જે વ્યાજ એક વર્ષના આધારે ગણવામાં આવે છે.