ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને આ વર્ષે કપાસના અત્યાર સુધી ન જોયા એટલા ઊંચા ભાવ મળ્યા છે અને હજુ સારી કવોલીટીના કપાસના ભાવ વધતાં રહેશે આથીદરેક ખેડૂતો તેમની શક્તિ પ્રમાણે કપાસમાં સારી એવી કમાણી કરીશકે છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથીકપાસના ભાવમાં બહુ મોટો વધારો થયો નથી. કપાસના ભાવ મણે રૂા.૧૫ થી ૨૦ની વધ-ઘટમાં અથડાઇ રહ્યાછે પણ ગયા અઠવાડિયા છેલ્લા બે દિવસમાં કપાસના ભાવ મણે રૂા.૨૫ થી ૩૦ વધી ગયા હતા. હાલ સમગ્ર ગુજરાતમાં સારી કવોલીટીના ઉત્તમ કપાસના જીનપહોંચ રૂા.૨૦૪૦ થી૨૦૬૦ સુધીના ભાવ મળી રહ્યા છે જ્યારે દેશાવરના સારા કપાસના જીનપહોંચ રૂા.૨૦૦૦ થી ૨૦૪૦ સુધીના ભાવ બોલાય રહ્યા છે. મિડિયમ કવોલીટીના કપાસના મણના રૂા.૧૭૫૦ થી ૨૦૦૦ અને હલકા-ફરધર કપાસના રૂા.૧૬૦૦ થી૧૭૫૦ સુધીના ભાવ મળી રહ્યા છે.
મહારાષ્ટ્ર, ક ર્ણાટ ક અ ને આંધ્રપ્રદેશથી આવતાં કપાસની આવક ધીમે ધીમે ઘટી રહી છે કારણ કે આ રાજ્યોના ખેડૂતોને ત્યાં બેઠા કપાસના સારા ભાવ મળવા લાગ્યા છે અને આ રાજ્યોમાં હવે કપાસ પણ હવે ખૂટવા લાગ્યા છે. આવનારા દિવસોમાં દેશાવરના કપાસની આવક હજુ ઘટશે કારણ કે સમગ્ર દેશમાં હવે આવક ઘટવા લાગી છે જાન્યુઆરીમાં દેશમાં રોજની દોઢ થી પોણા બે લાખ ગાંસડી રૂની આવક થતી હતી તે ઘટીને હાલ સવા લાખ ગાંસડી રૂની આવક થઇ રહી છે. માર્ચ મહિના શરૂ થશે ત્યારે આવક ઘટીને એક લાખ ગાંસડીથીનીચે ચાલી જશે.
આ વખતે કપાસ-રૂનો પાક વારંવારના માવઠા અને વાતાવરણના ફેરફારને કારણે ઘણો ઓછો થયો છે. અધૂરામાં પુરૂ ગુજરાતમાં ગુલાબીઇયળના ઉપદ્રવે ખેડૂતોને બે વીણી પછી કપાસ ખેતરમાંથી કાઢી નાખવા માટે મજબૂર કર્યા હતા. રૂના મોટા મોટા સંગઠનો હજુ પાક ઓછો થયો છે તે માનવા તૈયાર નથી અને તેઓ ખેડૂતોની પક્કડના બહાના હેઠળ હજુ પણ મોટા પાકના ગાણા ગાયા કરે છે પણ વાસ્તવમાં કપાસનો પાક ગયા વર્ષથી ઘણો ઓછો થયો છે તે વાસ્તવિકતાં છે.
અત્યારે કપાસના ભાવ જે ચાલી રહ્યા છે તે બતાવે છે કે કપાસ-રૂનો પાક ગયા વર્ષથી ઘણો ઓછો થયો છે.
એરંડામાં તેજીની આગ લાગી ચૂકી છે. પીઠા વધીને રૂા.૧૩૫૦ થી ૧૩૫૫ બોલાવા લાગ્યા છે. ઠંડીનું જોર ઓછું થતું ન હોઇ નવા એરંડાની આવક વધતી નથીઅને મિલો ખાલી થઇ ચૂકી હોઇ દરેક મિલને તેમના ચકરડા ચલાવવા ઊંચા ભાવે મજબૂરીમાં એરંડા ખરીદવા પડી રહ્યા હોઇ તેઓ પરાણે ખેડૂતોને ઊંચા ભાવ આપી રહ્યા છે. ત્રણ માવઠા અને હજુ સવારે ઠંડીનું જોર હોઇ ખેતરમાં એરંડાની માળ સૂકાઇ ન હોઇ ખેડૂતો નવા એરંડા બજારમાં વેચવા જઇ શકતાં નથી આથી તેજીએ જોર પકડયું છે પણ હવે ગરમી પડવાની શરૂ થતાં ખેતરમાંથી એરંડા મોટેપાયે નીકળવા લાગ્યા હોઇ એકાદ અઠવાડિયામાં આવકનું જોર વધવાનું ચાલુ થશે.
એરંડાના ખેડૂતો પાસેથી સસ્તામાં એરંડા પડાવી લેવાના અનેક પેંતરાઓ હવે ખેલાવાના છે. આવા તત્વો એરંડાનો પાક બહુ મોટો થવાનો છે, આવક વધતાં એરંડાના ભાવ પાણી-પાણી થઇ જશે. આવા પ્રચાર જોરશોરથી હવે કરવાનું ચાલુ કરશે. નવી આવક વધ્યાબાદ એરંડાના ભાવ પણ ઘટશે.
ડુંગળીનાં ભાવ વિતેલા સપ્તાહ દરમિયાન સરેરાશ મણે રૂ.૫૦ થી૭૦ વધી ગયાં હતા અને સારીક્વોલિટીનાં ભાવ રૂ.૫૦૦નીઉપર પહોંચી ગયાં હતાં. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં આવકો હજી વધશે ત્યારે ભાવ ફરી ઘટે તેવી સંભાવનાં છે.ડુંગળીનાં ભાવ ની ચામાં રૂ.૧૦૦થી ૨૦૦ અને ઉપરમાં રૂ.૩૦૦થી ૫૫૦ પ્રતિ ૨૦ કિલોનાં ભાવ બોલાય રહ્યાં છે. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. નવી આવકો હવે વધી રહી છે. ખાસ કરીને માર્ચ મહિનાથી ડુંગળીની
આવકોમાં વધારો થશે. સફેદ અને લાલ બંનેની આવકોમાં વધારો થશે.
સફેદમાં ડિ-હાઈડ્રેશન પ્લાન્ટોની લેવાલી મર્યાદીત છે, પરિણામે તેમાં આવકો વધશે ત્યારે ભાવમાં ઘટાડાની સંભાવનાં છે. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1450 | 2173 |
મગફળી | 970 | 1045 |
ઘઉં | 400 | 488 |
જીરું | 2445 | 2885 |
એરંડા | 1291 | 1322 |
તલ | 1720 | 2130 |
ચણા | 605 | 926 |
જુવાર | 350 | 603 |
ધાણા | 1400 | 1650 |
તુવેર | 600 | 1174 |
તલ કાળા | 1260 | 2430 |
અડદ | 330 | 935 |
રાઈ | 1085 | 1145 |
મઠ | 900 | 1415 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1630 | 2111 |
ઘઉં | 355 | 445 |
જીરું | 3100 | 3410 |
તલ | 1982 | 2100 |
બાજરો | 310 | 405 |
ચણા | 775 | 952 |
મગફળી જાડી | 1070 | 1153 |
ધાણા | 1250 | 1550 |
તુવેર | 1000 | 1235 |
અડદ | 700 | 1050 |
રાઈ | 800 | 1031 |
ઘઉં ટુકડા | 380 | 486 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 1500 | 2011 |
ઘઉં ટુકડા | 360 | 419 |
મગ | 1100 | 1384 |
ચણા | 800 | 928 |
અડદ | 600 | 1402 |
તુવેર | 1050 | 1319 |
મગફળી ઝીણી | 850 | 1080 |
મગફળી જાડી | 800 | 1102 |
તલ | 1670 | 2032 |
તલ કાળા | 1800 | 2343 |
ધાણા | 1500 | 2250 |
સોયાબીન | 1150 | 1368 |
સિંગ'ફાડા | 1100 | 1382 |
મેથી | 1120 | 1120 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1600 | 2100 |
ઘઉં | 430 | 482 |
તલ | 1960 | 2100 |
ચણા | 781 | 863 |
મગફળી ઝીણી | 800 | 1122 |
તુવેર | 1041 | 1181 |
તલ કાળા | 1400 | 2290 |
અડદ | 352 | 1258 |
રાઈ | 916 | 1087 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1780 | 2121 |
ઘઉં લોકવન | 401 | 429 |
ઘઉં ટુકડા | 409 | 480 |
જુવાર સફેદ | 490 | 605 |
તુવેર | 1044 | 1264 |
ચણા પીળા | 870 | 940 |
અડદ | 800 | 1170 |
મગ | 1000 | 1434 |
એરંડા | 1300 | 1352 |
અજમો | 1450 | 2280 |
સુવા | 925 | 1190 |
સોયાબીન | 1204 | 1342 |
કાળા તલ | 1940 | 2600 |
ધાણા | 1410 | 1950 |
જીરું | 3320 | 3780 |
ઇસબગુલ | 1850 | 2305 |
રાઈડો | 1000 | 1260 |
ગુવારનું બી | - | - |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1600 | 2090 |
મગફળી | 875 | 1115 |
ઘઉં | 380 | 442 |
જીરું | 3250 | 3825 |
એરંડા | 1330 | 1354 |
ધાણા | 1500 | 1932 |
તુવેર | 1065 | 1199 |
રાઇ | 951 | 1235 |