khissu

સરકાર આપી રહી છે ફ્રીમાં વીજળી, આ રીતે ઉઠાવો લાભ

વર્તમાન સમયમાં પેટ્રોલ ડીઝલની સાથે સાથે વીજળીના ભાવ પણ વધી રહ્યા છે. દર વર્ષે હજારો રૂપિયા લાઈટ બીલ પાછળ ખર્ચાય છે. ઘરમાં એસી, ફ્રીજ, ઘરઘંટી કે ટીવી જેવી અનેક જીવન જરૂપિયાની અને મનોરંજનની વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે તેથી લાઈટ બીલ પણ વધુ આવે છે. તેથી જો તમે ઈચ્છતા હોય કે વીજળીનો ઉપયોગ બિન્દાસ્ત રીતે કરીએ અને બીલ પણ ઝીરો આવે તો કેવુ સારૂ લાગે.

તમારી આ ઈચ્છા પણ પુરી થશે કારણ કે, આજે અમે તમને એક એવી સરકારી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે મફતમાં વીજળીની સુવિધા મેળવી શકો છો, હવે તરત જ તમારા મનમાં સવાલ થશે કે આ તે કેવી યોજના છે.

તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજનાના માધ્યમથી દરેક લોકોને મફતમાં વીજળી મળશે. ચોંકો નહીં હકિકતમાં ભારત સરકાર દ્વારા ગ્રાહકોને લાઈટ બીલમાં રાહત આપવા માટે સોલાર રૂફઓફ યોજના શરૂ કરવામાં આવી હતી. જેના દ્વારા લોકોને સસ્તી વીજળી પણ મળે છે અને પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.

નોંધનિય છે કે, તમે તમારા ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકો છો અને આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. સોલાર પેનલ લગાવવા માટે વધુ જગ્યાની પણ જરૂર નથી પડતી, જો કોઈ વ્યક્તિ તેના ઘરની છત પર અથવા ફેક્ટરીમાં સોલાર પેનલ લગાવવી હોય તો આ સોલાર પેનલ માટે 1 kW સુધીની સોલાર પેનલ સ્થાપિત કરવા માટે માત્ર 10 ચો.મી.ની જગ્યા જરૂરી છે.

આ યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવી
- અરજી કરવા માટે, solarrooftop.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
- વેબસાઈટના હોમ પેજમાં Apply for Solar Rooftop ના વિકલ્પ પર ક્લિક કરો.
- નવા ટેબમાં તમારા રાજ્યના નામની બાજુમાં આપેલ લિંક પર ક્લિક કરો.
- હવે Apply Online ના વિકલ્પ પર ક્લિક કરો અને ત્યાર બાદ New Users Registration ના વિકલ્પમાં ક્લિક કરો.
- તેમા આપેલી તમામ માહિતી ભર્યા બાદ રજિસ્ટર નાઉના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે લોગિન આઈડી નાખીને તમે સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે અરજી કરી શકો છો.