khissu

ફેરફાર/ બાળ આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં થયો ફેરફાર, uidai એ આપી જાણકારી, જાણો બાળ આધાર કાર્ડ માટે અરજી કેમ કરવી?

આધાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર છે.  યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર બનાવવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે.  UIDAI એ માહિતી આપી છે કે હવે બાળકના જન્મ પ્રમાણપત્ર અથવા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જની સ્લિપ સાથે માતાપિતામાંથી કોઈ એકના આધાર કાર્ડમાંથી બાળકનાં આધાર કાર્ડ માટે અરજી કરી શકાય છે.

બાળ આધાર એ આધાર કાર્ડનું વાદળી રંગનું હોય છે, જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવામાં આવે છે પરંતુ હવે નવા નિયમ હેઠળ, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર રહેશે નહીં. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ અને આઇ સ્કેન) ની જરૂરિયાત નહી રહે. જ્યારે બાળક પાંચ વર્ષનું થાય ત્યારે બાયોમેટ્રિક અપડેટ ફરજિયાત જરૂરી રહેશે.

બાળ આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ: પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાયસન્સ, નરેગા જોબ કાર્ડ વગેરે બાળકના આધાર બનાવવા માટે થઈ શકે છે.  સરનામાના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય તેવા દસ્તાવેજોમાં પાસપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ / પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ, રેશન કાર્ડ વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

આવી રીતે બનાવો બાળ આધાર કાર્ડ: 
1. બાળકનુ આધાર કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ પર જાઓ.
2. હવે અહીં આધાર કાર્ડ રજીસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરો.
3. હવે જરૂરી વિગતો ભરો, જેમ કે બાળકનું નામ અને અન્ય બાયોમેટ્રિક માહિતી.
4. હવે રહેણાંકનુ સરનામું, વિસ્તાર, રાજ્ય જેવી વસ્તી વિષયક વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
5. આધાર કાર્ડ માટે રજીસ્ટ્રેશન કન્ફર્મ કરવા માટે 'એપોઇન્ટમેન્ટ' ઓપ્શન પર ક્લિક કરો.
6. નજીકનુ એનરોલમેન્ટ સેન્ટર પસંદ કરો, તમારી એપોઇન્ટમેન્ટ નક્કી કરો અને ફાળવેલ તારીખે ત્યાં જાઓ.

જરૂરી દસ્તાવેજો જેમ કે ઓળખનો પુરાવો (POI), સરનામાંનો પુરાવો (POA), સંબંધનો પુરાવો (POR) અને જન્મ તારીખ (DOB) દસ્તાવેજો આધાર સેન્ટરે લઈ જાઓ. કેન્દ્રમાં હાજર આધાર અધિકારી દ્વારા તમામ દસ્તાવેજો તપાસશે.  જો તમારું બાળક પાંચ વર્ષથી ઉપરનું હોય તો બાયોમેટ્રિક ડેટા લેવામાં આવશે.  પરંતુ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, બાયોમેટ્રિક ડેટાની જરૂર રહેશે નહીં, માત્ર ડેમોગ્રાફિ ડેટા અને ચહેરાની ઓળખની જરૂર પડશે.

3 મહિનામાં આવી જશે આધાર કાર્ડ: આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી, માતાપિતાને તેમની અરજીની પ્રક્રિયાને ટ્રેક કરવા માટે એક enrolment નંબર મળશે. તે પછી 60 દિવસની અંદર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક એસએમએસ પ્રાપ્ત થશે. બાળ આધાર કાર્ડ 90 દિવસની અંદર તમારા સુધી પહોંચી જશે.