Driving Licence સાથે આધાર કાર્ડ લિંક ફરજીયાત: ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવુ?

Driving Licence સાથે આધાર કાર્ડ લિંક ફરજીયાત: ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવુ?

હવે ડ્રાઇવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે જોડવું ફરજિયાત થઈ ગયું છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ડ્રાઇવિંગ લાઇસન્સ ડુપ્લિકેશનના કેસો પર કાબૂ આવશે, જેનાથી લોકોને ઘણો ફાયદો થશે. આવી સ્થિતિમાં, જો તમે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આધારને જોડવાનું વિચારી રહ્યાં છો, તો તમને જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું તેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે.

ડ્રાઇવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?
આધાર કાર્ડ સાથે ડ્રાઇવિંગ લાઇસન્સને લિંક કરવા માટે, સૌપ્રથમ તમારે તમારા રાજ્યની પરિવહન વિભાગની વેબસાઇટ https://parivahan.gov.in પર જવું આવશ્યક છે. ત્યાર પછી તમારે 'Link Aadhar' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ત્યાર પછી તમારે ડ્રોપ-ડાઉન પર જવું પડશે અને 'Driving Licence' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. અહીં તમને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર માટે પૂછવામાં આવશે. જ્યાં તમારે તમારો ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરવો પડશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કર્યા પછી, તમારે ‘Get Details' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ત્યારબાદ તમારે તમારો આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. આ પછી તમારે 'Submit' ના વિકલ્પ પર ક્લિક કરવું પડશે. આ પછી એક ઓટીપી એસએમએસ (SMS) દ્વારા તમારા મોબાઇલ નંબર પર આવશે. તમે આ ઓટીપી (OTP) દાખલ કરશો એટલે તમારા આધારને તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.

ડ્રાઇવિંગ લાઇસન્સ ચકાસણી માટે આધાર પણ જરૂરી:- આ સિવાય ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી માટે પણ આધારકાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ માટે તમારે તમારી નજીકની આરટીઓ ઓફિસ (RTO Office) ની મુલાકાત લેવી પડશે. ચાલો તમને જણાવી દઈએ કે દેશમાં કોરોના મહામારીના સમયગાળો વિકટ બન્યો હતો ત્યારે, ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા તમામ કામો ઘણા દિવસોથી અટકી ગયા હતા. પરંતુ હમણાં, દેશમાં કોરોનાના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોમાં ફરીથી ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી કામગીરી શરૂ કરવામાં આવી છે.

આવી વધારે માહિતી મેળવવા માટે Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરો.