આજા તુજે ચાંદ પે લે ચલું... આ ગીત નાં શબ્દો હવે હકીકત બની રહયા છે. રાજસ્થાન ધર્મેન્દ્ર ભાઈએ ચાંદ ઉપર તેમનાં પત્નીના નામે જમીન ખરીદી ગિફ્ટમાં આપી છે.
તેઓએ ચાંદ ઉપર જમીન ની જગ્યા 14.3 ઉત્તર અક્ષાંશ, 5.6 પૂર્વ રેખાંશ, લેક્ટેટ 20 પાર્સલ 377, 378 અને 379 પર એમ કુલ ચંદ્ર પર ત્રણ એકર જમીન એમની પત્ની સપનાના નામે ખરીદીને ગિફ્ટ કરી.
કોણ છે ધર્મેન્દ્ર અને સપનાં અનિજા ?
ધમેન્દ્ર અનિજા અને સપના અનિજા અજમેરના રહેવાસી છે, તેઓએ ગુજરાતની શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો છે. બંને મળ્યા અને પછી અજમેર સરકારી કોલેજમાં લગ્ન કર્યા. લગ્ન પછી, ધર્મેન્દ્ર અનિજા અને સપના અનિજા બન્ને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નો બિઝનેસ બ્રાઝિલમાં કર્યો જ્યારે તેમના માતા-પિતા અજમેરમાં રહે છે. લોકડાઉન ને કારણે ધર્મેન્દ્ર અનિજા છેલ્લા દસ મહિનાથી અજમેરમાં તેના પરિવાર સાથે છે, તેમની સાત વર્ષની એક પુત્રી રિદ્ધિ પણ છે.
બીબીસી સાથે વાત કરતાં ધર્મેન્દ્ર અનિજાએ દાવો કર્યો હતો કે, "મેં એક વર્ષ પહેલા જ નક્કી કરી લીધું હતું કે લગ્નની આગામી વર્ષગાંઠ પર પત્નીને ચંદ્ર પરની જમીન ભેટમાં આપવી છે. પત્નીને આ આશ્ચર્ય આપવું એટલું સરળ ન હતુ. છતાં ઘણા તબક્કાઓ વટાવીને સપના માટે ચંદ્ર પર જમીન ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું "
સપના અનિજાએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે આટલી ખુશી મને ક્યારેય નથી થઈ જેના લીધે મને ઘણી વાર ખુશીના આંસુ પણ આવ્યા છે. મને એમ હતું કે તેની લગ્નની વર્ષગાંઠ પર કોઈ કપડાં, ગાડી કે ઝવેરાત મળશે પણ... પણ આ ગિફ્ટને તોો મે મનમાં પણ નહોતી વિચારી.