khissu

આરબીઆઈના નિયમો મુજબ ૨૦૦૦ રૂપિયાની ફાટેલી નોટના મળશે હવે આટલા રૂપિયા પરત...

ફાટેલી નોટના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિયમ ૨૦૦૯ માં ઘણા બદલાવો થયા છે. તે મુજબ, નોટની સ્થિતિના આધારે લોકો દેશભરમાં આરબીઆઇના કાર્યલયો પર અને બેંક શાખાઓમાં ફાટેલી નોટ બદલાવી શકો છો. જો તમારી પાસે ૨૦૦૦ ની ફાટેલી નોટો છે તો તમે પણ બદલાવી શકશો. 

આરબીઆઈના નિયમો અનુસાર નોટ કેટલી ફાટેલી છે તે તેની સ્થિતિ પર આધાર રાખે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આધિકારીક વેબસાઇટ પર રહેલી જાણકારી અનુસાર ૨૦૦૦ રૂપિયાની નોટનું 88 વર્ગ સેંટીમીટર (cm) હોવા પર સંપૂર્ણ પૈસા મળશે. પરંતુ જો ૪૪ વર્ગ સીએમ(cm) પર ૧૦૦૦ રૂપિયા તમને પરત મળશે.

જેમની માટે તમે તમારી આસપાસની કોઇ પણ બેંકની બ્રાંચમાં પહોંચીને આ નોટોને બદલાવી શકો છો. પરંતુ આ સુવિધા દરેક બેંકમાં નહિ મળે. બેંકના અધિકારી તમારી નોટને બદલવાથી ઇન્કાર કરી શક્તા નથી. ભારતીય રિઝર્વ બેંક એ તમામ બેંકોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, તેઓ ફાટેલી નોટને બદલે. સાથે જ તેઓને પોતાની શાખાઓમાં આ સુવિધાના બોર્ડ પણ મૂકે. 

૫૦૦ રૂપિયાની ફાટેલી નોટો પર આરબીઆઈ નાં નિયમો મુજબ રિફંડ અથવા અડધા રૂપિયા પાછા આપવામાં આવશે. ૫૦૦ રૂપિયાની નવી નોટો માં કુલ ભાગ ૯૯ સેન્ટીમીટર છે. તેમાંથી ૮૦ વર્ગ સેન્ટીમીટર ભાગ પાછો આપવાથી પૂરું વળતર મળશે અને ૪૪ વર્ગ સેન્ટીમીટર ભાગ જમાં કરાવવા પર અડધા રૂપિયા મળશે. 

૨૦૦ ની નવી નોટોનો કુલ એરિયા ૯૬.૩૬ છે. જેમાંથી ૭૮ વર્ગ સેન્ટીમીટર પર પૂરું વળતર મળશે અને ૩૯ વર્ગ સેન્ટીમીટર પર અડધું વળતર મળવાપાત્ર રહેશે.