khissu

આખરે હિંડનબર્ગે મચાવેલી તબાહીનું સુરસુરિયુ થયું! અદાણી ગ્રુપનો નફો 6 મહિનામાં સીધો ડબલ થઈ ગયો

Gautam Adani News: હિન્ડેનબર્ગના અહેવાલ પછી કોઈને ખાતરી નહોતી કે અદાણી ગૃપ આટલું જલ્દી ઉભું થઈ જશે. શેરબજારમાં કંપનીઓના શેર ભલે તે સ્તરે હજી સુધી પહોંચ્યા ન હોય, પરંતુ ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં કંપનીઓનો નફો બમણો થઈ ગયો છે.

જો કે વેચાણમાં ચોક્કસપણે ઘટાડો થયો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રૂપની 9 લિસ્ટેડ કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં તેમના ચોખ્ખા નફામાં 107.7 ટકાનો વધારો કર્યો છે. બીજી તરફ ચોખ્ખા વેચાણમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.

અદાણી ગ્રુપના નફામાં જબરદસ્ત વધારો

અદાણી ગ્રૂપની 9 લિસ્ટેડ કંપનીઓના નફામાં ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં 107 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે રૂ. 23,929 કરોડે પહોંચ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2024 ના પહેલા છ મહિનામાં કંપનીઓના ચોખ્ખા વેચાણમાં ઘટાડો થયો છે. જે 14 ટકા ઘટીને 1.49 ટ્રિલિયન રૂપિયા પર આવી ગયો છે.

આ સમયગાળા દરમિયાન શેરબજારમાં કંપનીઓના વેચાણમાં 8.1 ટકાનો વધારો થયો છે. જો ચોખ્ખા નફાની વાત કરીએ તો તેમાં 13 ટકાથી વધુનો વધારો થયો છે.

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ જાન્યુઆરીમાં આવ્યો હતો. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ સામે એકાઉન્ટિંગ ફ્રોડ અને શેરમાં હેરાફેરી જેવા આરોપો મૂકવામાં આવ્યા હતા. જેને ગૌતમ અદાણીએ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.

રિપોર્ટ અનુસાર આ સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપની લોનમાં પણ વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ગ્રુપની 9 કંપનીઓની લોન પ્રથમ છ મહિનામાં 7.7 ટકા વધીને 2.39 ટ્રિલિયન રૂપિયા થઈ ગઈ છે.